તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th November 2026
સુરતના વેસુમાં મહિલા કારચાલકનો અકસ્માત: ફૂટપાથ પર સૂતેલા લોકોને અડફેટે લીધા: સ્ટ્રીટ લાઇટનો થાંભલો ધરાશયી
અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો:વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો

સુરતના વેસુ વિસ્તારમાં મહિલા કારચાલક દ્વારા અકસ્માત સર્જવાની ઘટના સામે આવી છે. કારચાલકે કાબૂ ગુમાવતા ફૂટપાથ પર સૂતેલા લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારની ટક્કરથી સ્ટ્રીટ લાઈટનો થાંભલો પણ ધરાશાયી થઈને રસ્તા પર પડ્યો હતો. ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં વેસુ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કારચાલક મહિલા સામે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
