તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
મોડાસા સિવિલ હોસ્પિટલના ગોડાઉનમાંથી 8.46 લાખના વાયર બંડલ અને સ્ટ્રીટ લાઈટ ચોરી: ત્રણ તસ્કરો ઝડપાયા
પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે ત્વરિત કાર્યવાહી કરીને ચોરીને અંજામ આપનાર ત્રણેય તસ્કરોને ઝડપી પાડ્યા

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે નિર્માણાધીન નવીન સિવિલ હોસ્પિટલમાં તસ્કરોએ ત્રાટકીને ભારે ઉચાપત મચાવી હતી. હોસ્પિટલના બંધ ગોડાઉનને તસ્કરોએ પોતાનું નિશાન બનાવીને ત્યાંથી અંદાજે 8.46 લાખ રૂપિયાની કિંમતના 145 ઇલેક્ટ્રિક વાયર બંડલ અને 4 સ્ટ્રીટ લાઇટની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા, જેના આધારે મોડાસા ટાઉન પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે ત્વરિત કાર્યવાહી કરીને ચોરીને અંજામ આપનાર ત્રણેય તસ્કરોને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી ચોરીનો તમામ મુદ્દામાલ પણ કબ્જે કરી કાયદેસરની કડક કાર્યવાહી શરૂ કરી છે.
(9:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
