<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

નવસારી મનપા કચેરીની બારીનો સ્લેબ અચાનક તૂટી પડ્યો :નીચે આવેલ કરિયાણાની દુકાનના પતરાના શેડને નુકશાન

કચેરીની આસપાસથી પસાર થતા નાગરિકો તેમજ સ્થાનિક વેપારીઓના જીવ જોખમમાં મુકાયા હોવાનો રોષ ફેલાયો

નવસારી જિલ્લામાં કુદરતના પ્રકોપના કારણે પૂર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, નવસારી મહાનગરપાલિકા કચેરીની  ઇમારતની જાળવણીના અભાવે અચાનક કચેરીની બારીનો સ્લેબ તૂટી પડ્યો હતો, જેના કારણે પરિસરમાં ભારે દોડધામ મચી ગઈ હતી.તો બીજી તરફ ભારે વરસાદને કારણે અનેક નદીઓમાં પૂરની સ્થિતી સર્જાઈ હતી.

સ્લેબનો મોટો હિસ્સો અચાનક નીચે ધરાશાયી થતાં કચેરીની નીચે આવેલી એક કરિયાણાની દુકાનના પતરાના શેડને ભારે નુકસાન પહોંચ્યું હતું. સદ્નસીબે ઘટના બની તે સમયે નીચે કોઈ રાહદારી કે નાગરિક હાજર ન હોવાથી એક મોટી માનવ હોનારત ટળી ગઈ હતી. આ ઘટનાએ પાલિકા તંત્રની પોતાની જ ઇમારતની જાળવણી સામે સવાલો ઊભા કર્યા છે, અને કચેરીની આસપાસથી પસાર થતા નાગરિકો તેમજ સ્થાનિક વેપારીઓના જીવ જોખમમાં મુકાયા હોવાનો રોષ ફેલાયો છે.

(11:50 PM IST)