તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th September 2026
વરસાદી પાણી કેમ ભરાય છે ? સાબરમતી નદીમાં ખુલ્લા રખાયેલા ઇન્ટરસેપ્ટરમાંથી પાણી બહાર ન આવતું હોવાનું સામે આવ્યું
ધારાસભ્ય અમિત શાહે મુલાકાત લેતા મામલો ધ્યાને આવ્યો :મેયર હિતેશ બારોટ અને સિટી ઈજનેરને પણ સ્થળ પર બોલાવ્યા:ધારાસભ્યની સ્થળ મુલાકાત દરમિયાન ઇન્ટરસેપ્ટરની કામગીરીને લઈને સવાલો ઉઠ્યા

અમદાવાદમાં અઢીથી ત્રણ ઈંચ વરસાદમાં અનેક વિસ્તારો પાણી-પાણી થઈ ગયા હતા. શહેરમાં પાણી ભરાવાની સ્થિતિ વચ્ચે ધારાસભ્ય અમિત શાહે રિવરફ્રન્ટ ખાતે સ્થળ મુલાકાત લીધી હતી. વહેલી સવારે ધોધમાર વરસાદ શરૂ થતાં તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. તપાસ દરમિયાન સાબરમતી નદીમાં ખુલ્લા રખાયેલા ઇન્ટરસેપ્ટરમાંથી પાણી બહાર ન આવતું હોવાનું સામે આવ્યું હતું. ધારાસભ્ય અમિત શાહે મેયર હિતેશ બારોટ અને સિટી ઈજનેરને પણ સ્થળ પર બોલાવ્યા હતા. ધારાસભ્યની સ્થળ મુલાકાત દરમિયાન ઇન્ટરસેપ્ટરની કામગીરીને લઈને સવાલો ઉઠ્યા હતા. અગાઉ 20 ઈંચ વરસાદ દરમિયાન તેમજ સોમવારના વરસાદમાં પણ ઇન્ટરસેપ્ટરમાંથી પાણી બહાર ન આવ્યું હોવાની માહિતી સામે આવી છે.
(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
