તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 24th May 2026
અમદાવાદના કોણ બનશે મેયર ? આવતીકાલે ફોર્મ ભરવાની પ્રક્રિયા: 15 થી 20 સભ્યો રેસમાં
મંગળવારે નવા મેયર સહિત પાંચ મુખ્ય હોદ્દેદારોની પસંદગી કરાશે :આ પૂર્વે સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યો માટે સોમવારે સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે:15 થી 20 જેટલા કોર્પોરેટરો ફોર્મ ભરે તેવી સંભાવના

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આગામી મંગળવારે નવા મેયરના નામની સત્તાવાર પસંદગી કરવામાં આવશે. અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં હવે નવા મેયર સહિત પાંચ મુખ્ય હોદ્દેદારોની નિયુક્તિ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે, જેને પગલે કોર્પોરેશનના રાજકારણમાં ભારે ઉત્સુકતા અને ગરમાવો જોવા મળી રહ્યો છે.
નવા હોદ્દેદારોની વરણી પૂર્વે અમદાવાદ કોર્પોરેશનની સૌથી પાવરફુલ ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યોની પસંદગી માટેની કવાયત પણ તેજ કરી દેવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના આ 12 સભ્યો માટે આવતીકાલે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કમિટીમાં સ્થાન મેળવવા માટે ભાજપના આંતરિક વર્તુળોમાંથી 15 થી 20 જેટલા સભ્યો ફોર્મ ભરે તેવી પૂરેપૂરી શક્યતા છે.
આવતીકાલે યોજાનારી આ પ્રક્રિયા માટેનો સમય પણ નક્કી કરી દેવામાં આવ્યો છે. તમામ દાવેદાર સભ્યો સવારે 10 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધીમાં પોતાના સત્તાવાર ફોર્મ ભરી શકશે. આ ફોર્મ ભરાયા બાદ પક્ષના મોવડી મંડળ દ્વારા નામોની આખરી ચર્ચા કરી મંગળવારે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પાંચ સર્વોચ્ચ હોદ્દેદારોના નામોની જાહેરાત મેન્ડેટ દ્વારા કરવામાં આવશે. હાલમાં લોબિંગ અને સસ્પેન્સ ચરમસીમાએ પહોંચ્યા છે.
(9:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
