તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th May 2026
દેડિયાપાડાના ગારદા ગામે મકાન માલિક ઘર બંધ કરી નેત્રંગ ગયા ત્યારે ઘરમાંથી 1.53 લાખની ચોરી થઈ
ઘરનો પાછળનો દરવાજો તોડી અંદર પ્રવેશી સ્ટોર રૂમમાં મુકેલ પતરાની તિજોરીનો પણ દરવાજો કોઈ હથિયાર વડે તોડી અંદરના લોકરમા મુકેલ સોનાના દાગીનાની ચોરી

(ભરત શાહ દ્વારા )નર્મદા:નર્મદા જિલ્લામાં હાલમાં એક બાદ એક ચોરી ઘટના પોલીસ ચોપડે નોંધતા રાત્રિ પેટ્રોલિંગ તેજ બનાવવું પડશે. અઠવાડિયા ઉપર રાજપીપળા મા ઘરફોડ ચોરી બાદ હાલ દેડીયાપાડા તાલુકાના ગારદા ગામમાં ઘરફોડ ચોરી થવાની ઘટના બની છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દેવજીભાઈ કાલીદાસભાઈ વસાવા (રહે.ગારદા ટેકરા ફળીયું, તા.દેડીયાપાડા, જી.નર્મદા )નાઓએ આપેલી ફરિયાદ મુજબ ગઇ તા.૧૦/૦૫/૨૦૨૬ ના રોજ સવારના દેવજીભાઇ તથા પ્રવિણાબેન તેમજ એલ્વીનાબેન નાઓ સાથે નેત્રંગ ખાતે ચર્ચમાં તથા નેત્રંગ ખાતે આવેલ બીજા મકાનની સાફ સફાઇ કરવાનુ હોવાથી તેઓ નેત્રંગ ખાતે ગયેલ તે વખતે કોઈ અજાણ્યા ચોરે તેમના ઘરનો પાછળનો દરવાજો તોડી અંદર પ્રવેશી ઘરમાં આવેલ સ્ટોર રૂમમાં મુકેલ પતરાની તિજોરીનો પણ દરવાજો કોઈ હથિયાર વડે તોડી અંદરના લોકરમા મુકેલ સોનાનો નેકલેશ, કાનની બુટ્ટી સહીત કિ.રૂ.૧,૨૩,૨૧૬/- તથા સોનાની વીંટી નંગ-૧ કિ.રૂ.૯,૫૦૦/- તથા સોનાનો ઝુમ્મર ૧ તોલો કિ.રૂ.૧૯,૦૦૦/- તેમજ ઘર વપરાશ માટે મુકેલ રોકડા રૂપિયા ૨૦૦૦/- મળી કુલ રૂપીયા ૧,૫૩,૭૧૬/- ની ચોરી કરી લઇ જઇ ગુનો કરતા દેડિયાપાડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, તપાસ પી.આર.ચૌધરી પોલીસ સબ ઇન્સ્પેકટર, દેડીયાપાડા પોલીસ સ્ટેશન નાઓ કરી રહ્યા છે
(10:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
