તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th November 2026
વડતાલધામ ટ્રસ્ટનો આવકાર્ય અભિગમ : કર્મચારીઓને બોનસ તરીકે સોલાર પેનલ
સંસ્થાના કર્મયોગીઓને વીજળીના બીલથી મુકિત આપવા ઝળહળતો નિર્ણયઃ સંતવલ્લભ સ્વામીની જાહેરાત

રાજકોટ, તા., ૬: મંદિરના કર્મચારીઓને બોનસમાં સોલાર પેનલ પર્યાવરણ સુરક્ષા માટે સૌર ર્જાના ઉપયોગની સુવિધા ઉભી કરવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર સતત પ્રયત્નશીલ છે ત્યારે આ ક્ષેત્રમાં વડતાલ સંસ્થાએ એક પ્રેરણારૂપ પહેલ કરી છે.. આ વર્ષે સંસ્થામાં કાર્યરત કર્મયોગી- અર્થાત્ કર્મચારીઓને દિવાળી બોનસમાં સોલાર ઉર્જા પેનલ આપવાનો નિર્ણય કર્યો છે..
વડતાલ મંદિરના ચેરમેન ડો સંતવલ્લભદાસ સ્વામીએ જણાવ્યું હતું કે, પર્યાવરણની સુરક્ષા આપણી સામૂહિક જવાબદારી છે. ગ્રીન એનર્જી ક્ષેત્રે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સતત પ્રયત્નશીલ છે.. અને ગુજરાત મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ કાર્યરત છે.. બંને સરકાર દ્વારા સબસીડી પણ આપવામાં આવે છે છતાં દરેક વ્યક્તિ તેનો લાભ લઈ રહ્યા નથી તેથી સામૂહિક જાગળતિને રાષ્ટ્રીય કર્તવ્ય સમજીને સંસ્થાના ૪૦૦ થી વધુ કર્મયોગી કર્મચારીઓને દિવાળી બોનસ નિમિત્તે સોલાર પેનલમાં ભરવાની થતી રકમ અને તમામ કામગીરી કરીને સોલાર સુવિધા ઉપલબ્ધ કરાવવાનું નક્કી કર્યું છે..વડતાલ સંસ્થાના ટ્રસ્ટી શ્રી તેજસભાઈ બિપિનભાઈ પટેલના માર્ગદર્શનમાં તમામ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે અને દરેકના ઘરને સૌર ઉર્જાથી પ્રકાશિત કરવામાં આવશે..
જેથી દરેક પરિવારને કાયમી ધોરણે વિજબીલ ભરવાનું આર્થિક ભારણ ઘટશે. અને સૌર ઉર્જાના વપરાશથી પર્યાવરણ સંરક્ષણમાં એટલી મદદ મળશે.
વડતાલ સંસ્થાના આ નિર્ણયથી વર્તમાન ગાદીપતિ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ , મુખ્ય કોઠારીશ્રી દેવપ્રકાશદાસજી સ્વામી એવં વડિલ સંતોએ રાજીપો વ્યક્ત કર્યો છે.
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
