તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
તાપીમાં ડોસવાડા ગામે વિયર ડેમ ઓવરફ્લો: નીચાણવાળા 17 ગામો એલર્ટ કરાયા :ડેમમાંથી 57.91 ક્યુસેક પાણી છોડાયું
ડોસવાડા ડેમની સપાટી પરથી હાલ 2.4 સેન્ટિમીટર પાણી વહી રહ્યું છે. ડેમમાં પાણીની સતત આવક ચાલુ

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ડોસવાડા ગામે આવેલો ડોસવાડા વિયર ડેમ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ઓવરફ્લો થયો છે. ગાયકવાડી શાસનકાળનો આ ઐતિહાસિક ડેમ છલકાઈ જતાં વહીવટી તંત્ર સક્રિય બન્યું છે અને સાવચેતીના ભાગરૂપે હેઠવાસના 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે
અધિકારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ડોસવાડા ડેમની સપાટી પરથી હાલ 2.4 સેન્ટિમીટર પાણી વહી રહ્યું છે. ડેમમાં પાણીની સતત આવક ચાલુ હોવાથી હાલમાં તેમાંથી 57.91 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે .
ડેમ ઓવરફ્લો થતાં જ તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો અને નદી કિનારાના 17 ગામોના લોકોને નદી કિનારે ન જવા તેમજ સાવધ રહેવા માટે કડક સૂચનાઓ અપાઈ છે. સ્થાનિક વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
