<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલટાશે :બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદી ઝાપટાં પડશે

દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા અને તાપી જિલ્લામાં હળવા વરસાદની શક્યતા :સાયક્લોનિક સર્ક્યુલેશનના પ્રભાવ હેઠળ અમુક સ્થાનો પર હળવો વરસાદ પડી શકે

અમદાવાદ હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના પ્રભાવ હેઠળ ગુજરાત રીજનમાં ખાસ કરીને મધ્ય-પૂર્વ અને સરહદી ભાગોમાં અમુક-અમુક સ્થાનો પર હળવો વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર ગુજરાતના બે જિલ્લા બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશ સાથે સરહદ ધરાવતા અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વાતાવરણ પલટાશે, જેમાં દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા અને તાપી જિલ્લામાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

(7:35 PM IST)