<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

રાત્રે 10 વાગ્યા બાદ ગાંધીનગરમાં ભારે પવન સાથે ધૂળની આંધી ફૂંકાઈ અનેક વિસ્તારોમાં વરસાદ

વાવાઝોડા જેવા પવન બાદ ગાંધીનગરના ધોળાકૂવા સહિતના અન્ય વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થઈ

ગાંધીનગર શહેર અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કુદરતનો મિજાજ બદલાયો હતો. ગાંધીનગરમાં રાત્રિના 10 વાગ્યા બાદ ભારે પવન સાથે ધૂળની આંધી ત્રાટકી હતી. વાવાઝોડા જેવા પવન બાદ ગાંધીનગરના ધોળાકૂવા સહિતના અન્ય વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. ધોળાકૂવા વિસ્તારમાં ભારે પવન બાદ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસાદના આ ઝાપટાંના કારણે કાળઝાળ ગરમીથી તોબા પોકારી ઉઠેલા નાગરિકોને મોટી રાહત મળી હતી અને સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

(11:10 PM IST)