તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
છોટાઉદેપુરમાં બપોર બાદ વાતાવરણ પલટાયું: અસહ્ય ઉકળાટ બાદ બોડેલીમાં ધોધમાર વરસાદ
કરાલી, ચલામલી અને રંગલી ચોકડી સહિતના આસપાસના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો

છોટાઉદેપુર જિલ્લામાં અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે બપોર બાદ અચાનક હવામાનમાં મોટો પલટો આવ્યો છે. જિલ્લાના બોડેલી પંથકમાં વીજળીના કડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો, જ્યારે કરાલી, ચલામલી અને રંગલી ચોકડી સહિતના આસપાસના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદી પ્રારંભ થયો છે. લાંબી પ્રતીક્ષા બાદ મેઘરાજાની આ ધમાકેદાર પધરામણીને પગલે સમગ્ર પંથકના રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા હતા અને વાતાવરણમાં ક્ષણભરમાં અદભુત ઠંડક પ્રસરી જતાં સ્થાનિક રહીશો અને ધરતીપુત્રોમાં ભારે આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.
(12:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
