તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th June 2026
છોટા ઉદેપુરમાં વાતાવરણમાં પલટો :ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો
બોડેલી પંથકના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ચાચક, ઢોકલીયા, ઝાખરપુરા, માંકની, જબુગામ અને કકરોલિયા સહિતના તમામ વિસ્તારોમાં વરસાદ

છોટા ઉદેપુર જિલ્લામાં પણ વહેલી સવારથી જ વાતાવરણ પલટાયું હતું અને ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો. શહેરના મુખ્ય બજાર, કસ્બા વિસ્તાર, રાજપૂત ફળિયા તેમજ એસટી ડેપો સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. વહેલી સવારે વરસાદ તૂટી પડવાના કારણે શાક માર્કેટમાં વેપારીઓ અને ગ્રાહકોની પાંખી હાજરી જોવા મળી હતી, જેનાથી વહેલી સવારના જનજીવન પર થોડી અસર થઈ હતી. બીજી તરફ બોડેલી પંથકના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ચાચક, ઢોકલીયા, ઝાખરપુરા, માંકની, જબુગામ અને કકરોલિયા સહિતના તમામ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.
(1:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
