તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૭, મંગળવાર
News of Tuesday, 17th November 2026
અમે પાટીદાર અનામત આંદોલન કર્યું તેના લીધે સારા મુખ્યમંત્રી ગુમાવવાનો વારો આવ્યોઃ દિનેશ બાંભણીયા
આનંદીબેન પટેલના પુત્રી અનારબેન પટેલે કહયુ ‘ મમ્મીના મનમાં કશુ નથી, હુ જલ્દીથી બંન્નેની મુલાકાત કરાવીશ

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર તા.૧૭: પાટીદાર અનામત આંદોલનને લીધે આનંદીબેનને સી.એમ.પદ ગુમાવવું પડ્યું તેનું દુઃખ છે અને મારે માફી માગવી છે તેવુ ગઈકાલે જસદણ ખાતે યોજાયેલ સખી તોહમિલનમાં દિનેશ બાંભણિયાએ જાહેર મંચ ઉપરથી કહેતા અનારબેન પટેલે સકારાત્મક પ્રતિક્રિયા આપી હુ જલ્દી મમ્મી સાથે તમરી મુલાકાત કરાવી આપીશ.
ગઈકાલે જસદણમાં પાટીદાર શૈક્ષણિક સંકુલ દ્વારા આયોજિત પાટીદાર સમાજના સખી તોહમિલનના કાર્યક્રમમાં દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે હું આજે સ્વીકારું છું કે અમે પાટીદાર અનામત આંદોલન કર્યું તેના લીધે રાજ્યને એક સારા મુખ્યમંત્રીને ગુમાવવાનો વખત આવ્યો હતો.
તેમણે આનંદીબેન પટેલનું નામ લઈને જણાવ્યું હતું કે રાજ્યમા સારા મુખ્ય પ્રધાન ગુમાવવામાં અમે નિમિત બન્યા તેનું આજે ઘણું દુઃખ છે પાટીદાર અનામત આંદોલનથી સમાજને ઘણું મળ્યું છે પરંતુ સાથે સમાજે આનંદીબેનના જેવા મુખ્યમંત્રી પણ ગુમાવવા પડ્યા છે.
દિનેશ બાંભણિયાએ વધુમાં જણાવ્યું હતું કે હું છેલ્લા ચાર વર્ષથી આનંદીબેન પટેલનો સમય માગી રહ્યો છું અને તેમને મળીને મારે માફી માંગવી છે પરંતુ આનંદીબેન સમય આપી રહ્યા નથી તેમણે સમાજને પણ અપીલ કરી હતી કે ભવિષ્યમાં આવી ભૂલ ફરી ન થાય તેનું આપણે સૌ ધ્યાન રાખશુ.
આ કાર્યક્રમમાં હાજર આનંદીબેન પટેલના પુત્રી અનારબેન પટેલે પ્રતિક્રિયા આપી દિનેશ બાંભણિયાની માફી માગવાની વાત ઉપર જણાવ્યું હતું કે મારી માતાના મનમાં આ બાબતે કોઈના પ્રત્યે વેરભાવ નથી અને પાટીદાર અનામત આંદોલન સમિતિએ આ બાબતે ચિંતા કરવાની જરૂર નથી.
તેમણે દિનેશ બાંભણિયાને જાહેર મંચ ઉપરથી જણાવ્યું હતું કે હું જલ્દી મારી માતા સાથે તમારી મુલાકાત કરાવીશ. આ બાબતે રાજકીય ચર્ચા જગાવી છે.

દિનેશ બાંભણિયાનું નિવેદન વ્યક્તિગત છેઃ હાર્દિક પટેલ
(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.૧૭: ગઈકાલે જસદણ ખાતે યોજાયેલ સ્નેહમિલનના કાર્યક્રમમાં દિનેશ બાંભણિયા દ્વારા આનંદીબેનની માફી માંગવાની જે વાત કરવામાં આવી તે અંગે અનામત આંદોલનનો મુખ્ય ચહેરો અને હાલ ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું હતું કે આ આંદોલન કોઈને નુકસાન કરવા કે હટાવવા માટે ન હતું સમાજના હિત માટે આંદોલન કરવામાં આવ્યું હતું દિનેશભાઈ એ જે નિવેદન આપ્યું છે તે તેમનુ વ્યક્તિગત છે નિવેદન છે મારા મનમાં પણ કોઈ જ રંજ નથી.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
