<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

અમદાવાદના સરસપુરમાં વરસાદ બંધ થયા બાદ પણ જળબંબાકારની સ્થિતિ યથાવત

વોરાના રોઝા પાસે વરસાદ બંધ થયાને અડધો કલાક વિતી ગયા બાદ પણ માર્ગો પર જળબંબાકાર: ભારે હાલાકી

અમદાવાદ શહેરમાં વરસાદ થંભી ગયો હોવા છતાં પણ અનેક વિસ્તારોમાં પાણીનો નિકાલ ન થતાં મુશ્કેલી યથાવત જોવા મળી રહી છે. સરસપુર વિસ્તારમાં આવેલ વોરાના રોઝા પાસે વરસાદ બંધ થયાને અડધો કલાક વિતી ગયા બાદ પણ માર્ગો પર જળબંબાકારની સ્થિતિ સર્જાયેલી છે. મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાયેલા રહેવાના કારણે સ્થાનિક રહીશો અને ત્યાંથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે, જેને પગલે પ્રી-મોન્સૂન કામગીરી અને ડ્રેનેજ સિસ્ટમની યોગ્ય સફાઈ સામે ફરી સવાલો ઊભા થયા છે.

(8:47 PM IST)