તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Sunday, 26th July 2026
સાણંદ-બાવળામાં જળબંબાકારઃ અમિતભાઈની મુખ્યમંત્રી સાથે વાત: બે મંત્રી અને બે અધિકારી મેદાનમા: પાણીના તાત્કાલિક નિકાલની જવાબદારી શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહીડાને સોંપાઈ: અગ્ર સચિવ થેન્નારસન તથા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને મેદાનમાં ઉતાર્યા

અમદાવાદ: જિલ્લાના સાણંદ અને બાવળા વિસ્તારમાં ભારે વરસાદને પગલે સર્જાયેલી જળબંબાકારની ગંભીર સ્થિતિ અંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
સાણંદ અને બાવળાના રહેણાક, ઔદ્યોગિક તેમજ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થાય અને અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક રાહત મળે તે માટે રાજ્ય સરકારે બે મંત્રી અને બે વરિષ્ઠ અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપી છે.
આ કામગીરી માટે શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી સંજયસિંહ મહીડા, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ એમ. થેન્નારસન તથા અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
ચારેય મંત્રી અને અધિકારીઓએ સાણંદ-બાવળા વિસ્તારમાં પહોંચી સ્થાનિક વહીવટી તંત્ર સાથે સ્થિતિની સમીક્ષા શરૂ કરી છે. પમ્પિંગ મશીનો અને જરૂરી સાધનોની મદદથી યુદ્ધના ધોરણે પાણીનો નિકાલ કરવા સૂચનાઓ આપવામાં આવી છે. અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમગ્ર રાહત કામગીરી પર સીધી નજર રાખી રહ્યા છે, જેથી જનજીવન વહેલી તકે પૂર્વવત થઈ શકે.
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
