તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
સુરતના ઉમરપાડાના બિલવણ ગામે તાપી-કરજણ લિંક યોજનાની પાણીની પાઇપલાઇન તૂટી જતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં
અચાનક પાઇપલાઇન તૂટવાથી ખેતરો જળબંબાકાર બનતાં ખેડૂતોની હાલત કફોડી બની: પાઇપલાઇનની ગુણવત્તા અને યોજનાની કામગીરી અંગે તપાસ કરવાની માગ ઊઠી

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના બિલવણ ગામે તાપી-કરજણ લિંક યોજનાની પાણીની પાઇપલાઇન તૂટી જતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતાં. અચાનક પાઇપલાઇન તૂટવાથી ખેતરો જળબંબાકાર બનતાં ખેડૂતોની હાલત કફોડી બની હતી. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલી આ યોજનાની પાઇપલાઇન માત્ર એક વર્ષમાં જ તૂટી જતાં કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. સ્થાનિક સ્તરે આ મામલે ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થઈ રહ્યા છે. જોકે, પાઇપલાઇન તૂટવાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. ઘટનાની જાણ થતાં પાણીનો પ્રવાહ બંધ કરી દેવામાં આવ્યો હતો અને તંત્ર દ્વારા તાત્કાલિક રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ખેતરોમાં પાણી ભરાવાને કારણે ખેડૂતોને નુકસાન થવાની ભીતિ વચ્ચે પાઇપલાઇનની ગુણવત્તા અને યોજનાની કામગીરી અંગે તપાસ કરવાની માગ ઊઠી છે.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
