<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

અમદાવાદના બોપલ ગામના પરમારવાસમાં ભારે વરસાદથી ભરાયેલા પાણી હજુ સુધી ઓસર્યા નથી:મેયર હિતેશ બારોટે સ્થળ મુલાકાત લીધી

આગામી 24 કલાકની અંદર વરસાદી પાણીનો કાયમી અને ઝડપી નિકાલ કરવામાં આવશે તેવી મક્કમ ખાતરી આપી

અમદાવાદના બોપલ ગામના પરમારવાસમાં ભારે વરસાદને કારણે ભરાયેલા પાણી હજુ સુધી ઓસર્યા નથી અને સ્થિતિ યથાવત છે, જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરના મેયર હિતેશ બારોટે આ વિસ્તારની સ્થળ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે નાગરિકોની સમસ્યાઓ જાણી હતી અને આગામી 24 કલાકની અંદર વરસાદી પાણીનો કાયમી અને ઝડપી નિકાલ કરવામાં આવશે તેવી મક્કમ ખાતરી આપી હતી.

(5:40 PM IST)