તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Saturday, 1st August 2026
વડોદરાના સાવલી નગરના તલાવડી વિસ્તારમાં ભારે વરસાદ બાદ પાણી ઘરોમાં ઘુસ્યા :રહીશોને હાલાકી
દસથી વધુ ઘરોમાં પાણી ફરી વળતાં ઘરવખરીનો સામાન પલળી ગયો:પરિવારોને ભારે નુકસાન

વડોદરા જિલ્લાના સાવલી નગરના તલાવડી વિસ્તારમાં ભારે વરસાદ બાદ વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતાં સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. દસથી વધુ ઘરોમાં પાણી ફરી વળતાં ઘરવખરીનો સામાન પલળી ગયો છે અને પરિવારોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીના અભાવે વરસાદી પાણીનો નિકાલ ન થતાં આ સ્થિતિ સર્જાઈ છે. ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને તાત્કાલિક રાહત તેમજ પાણીના નિકાલની માંગ ઉઠી છે
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
