તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd June 2026
ગામડાઓમાં સુવિધા વધારવા દાતાઓના દાન આધારિત વતન પ્રેમ યોજના : ઋષિકેશ પટેલ
મૂળ યોજનામાં નોંધપાત્ર સુધારોઃ સરકાર અનુદાન આપશેઃ પંચાયત મંત્રીની અકિલા સાથે વાતચીત : દાન અને અનુદાનથી શાળાના ઓરડા, આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી, મધ્યાહન ભોજનનું રસોડુ, પુસ્તકાલય, બસ સ્ટેન્ડ વગેરે બનાવી શકાશે

રાજકોટ, તા., ૩: ગુજરાત સરકાર દ્વારા ગામડાઓમાં લોકો માટેની સુવિધા વધારવા દાતાઓના દાન આધારીત વતનપ્રેમ યોજના નવી જોગવાઇઓ સાથે પ્રસ્તુત કરવામાં આવી છે. સરકારના અનુદાન અને દાતાઓના દાનથી સરકારી શાળાના કલાસરૂમ, સ્ટોર રૂમ, ગામમાં કોમ્યુનીટી હોલ, આંગણવાડી, પ્રાથમીક અને સામુહીક આરોગ્ય કેન્દ્ર, પુસ્તકાલય, સ્મશાન ગૃહ, દુધ મંડળીનું કાન, સામુહીક શૌચાલય વગેરે બનાવી શકાશે સરકારે કામની શ્રેણી અને બાંધકામનો ન્યુનતમ એરીયા નિયત કર્યા છે. અનુદાન અને સરકારના દાનની ટકાવારી નક્કી કરતો ઠરાવ કરવામાં આવ્યો છે. રાજયના પંચાયત મંત્રી શ્રી ઋષિકેશ પટેલએ અકિલા સાથેની વાતચીતમાં વતનપ્રેમી યોજનાની માહીતી આપી હતી.
શ્રીઋષિકેશ પટેલએ અકિલાને જણાવેલ કે, જિલ્લા, રાજ્ય કે દેશ બહાર વસતા કોઈ પણ દાતા અથવા ગામના વ્યક્તિના દાન અને રાજ્ય સરકારના અનુદાનથી ગામડાઓમાં વધુ સારી સગવડો ઉભી કરવા અને દાતાઓને પ્રોત્સાહન આપવા તેમજ ગુજરાતના ગામડાઓના સર્વાંગી વિકાસના કાર્યો અને ઉત્તમ જનસુવિધાઓ માટે વતનપ્રેમને વતનસેવા સુધી લઈ જવાની કલ્યાણકારી ભાવના સાથેની આ વતન પ્રેમ યોજના છે. વર્ષ ૨૦૨પ-૨૬ના અંદાજપત્રમાં થયેલ રૂ.૫.૦૦/- કરોડની નવી બાબત તરીકેની જોગવાઈ અને વર્ષ ૨૦૨૬-૨૭ ના અંદાજપત્રમાં રૂ.૧૦.૦૦/-કરોડની ચાલુ બાબત તરીકેની જોગવાઈ કરેલ છે. અગાઉના ઠરાવનાપ્રારૂપ અને જોગવાઈઓમાં સુધારો કરી આ યોજનાનો તા.ર૪/૦૩/૨૦૨૬નો ઠરાવ પ્રસિધ્ધ કરેલ છે.
પંચાયત મંત્રીએ જણાવેલ કે અગાઉની જોગવાઇઓ અને પ્રારૂપમાં યોજનાનો વ્યાપ વધાર્યો સાથોસાથ કામોની યાદી, અમલીકરણ વ્યવસ્થા, સરળીકરણ,દાતાની વ્યાખ્યા, તેમની રીતે કામ કરાવવાની સ્પષ્ટતા અને ફાળો, મોનીટરીંગ અને બ્્રૂપ્ બાબતે સ્પષ્ટ જોગવાઇઓ, કામોની શ્રેણી, બાંધકામ અંગેના એરિયાની વિગતવાર સ્પષ્ટતા કરવામાં આવી છે.
શ્રી ઋષિકેશ પટેલે કહયું કે, રાજ્યના કોઈ ગામ કે વિસ્તાર સાથે પોતાના અથવા પોતાના વડવાઓના લાગણીસભર સંબંધોના લીધે આત્મિયતા કે લાગણી ધરાવતી કોઈ વ્યક્તિ અથવા આવા વ્યક્તિઓના સમૂહવાળી ગુજરાત કે ગુજરાત બહારની કોઈ સંસ્થા, ટ્રસ્ટ, સોસાયટી કે મંડળ કે જેના તમામ સભ્યો પૈકી કોઈ એક સભ્ય ગુજરાતના ગામ કે વિસ્તાર સાથે પોતે કે પોતાના વડવાઓ મારફતે સંબંધો ધરાવતા હોય તે દાતા તરીકે દાન આપી શકશે. બે કે તેથી વધુ દાતાશ્રીઓ સંયુક્ત ભાગીદારીથી પણ આ યોજના અન્વયે ફાળો આપી કામ કરાવી શકે તેવી જોગવાઈ. વતનપ્રેમ યોજના હેઠળના કામોના A અને B કેટેગરીનાં વર્ગીકરણ મુજબ સરકારની એજન્સી અથવા દાતાશ્રી કામનું અમલીકરણ કરે તે અન્વયે સરકારનો દાતાનો ફાળો અને દાતાના ફાળો અંગે ખાસ જોગવાઇ કરવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત કામો સમય મર્યાદામાં પુર્ણ કરવાના રહેશે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
