<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

યુદ્ધથી મરી-મસાલા, તેજાનાની નિકાસ થંભીઃ સપ્‍લાય ચેઇન પર અસર

જીરૂં અને મસાલા એક્‍સપોર્ટમાં ૧૫થી ૨૦ ટકા ઘટાડા સાથે ૪થી ૫ હજાર કરોડનું નુકસાન? મગફળી અને તેના ઉત્‍પાદનમાં ૨થી ૩ હજાર કરોડ, તલમાં ૧થી ૧.૫ હજાર કરોડ અને ડિહાઇડ્રેટેડ પ્રોડક્‍ટ્‍સમાં ૨થી ૨.૫ હજાર કરોડની ખોટ : હોર્મુઝ અંગે અનિヘતિતાથી તેલ, LNG, ખાતરના સપ્‍લાય પર અસરઃ ફ્રેઈટ-ઇન્‍શ્‍યોરન્‍સ ખર્ચમાં ભારે વધારો - ગુજરાતના મસાલા, તેલબીજ અને ફૂડ એક્‍સપોર્ટમાં ઘટાડોઃ પ્રોફિટેબિલિટી પર સીધી અસરઃ હિરેન ગાંધી

અમદાવાદ,તા.૨૧: છેલ્‍લા દોઢેક મહિનાથી અમેરિકા-ઇરાન અને ઇઝરાયલ વચ્‍ચે ચાલી રહેલા યુદ્ધને લીધે દુનિયાભરમાં સપ્‍લાય ચેઇન પર અસર પડી છે. ખાસ કરીને હોર્મુઝ ખાડી માર્ગેથી જે માલસામાનનું વહન થઈ રહ્યું છે, તેની અનિヘતિતા વચ્‍ચે ભારતથી સપ્‍લાય થતા મરી-મસાલા અને તેજાના, જેની દુનિયાભરના દેશોમાં માગ છે, તેની પર અસર પડી છે. આ સિવાયના માર્ગે થતો સપ્‍લાય પણ ખોરવાયો છે. ખાસ કરીને યુરોપના દેશોમાં ભારતના તેજાનાની ખાસ્‍સી માગ છે. બીજી તરફ, અખાતી દેશોમાં તમામ પોર્ટ અને એરપોર્ટ અનિヘતિ સમય સુધી બંધ હોવાથી આયાત-નિકાસ કરી શકાતી નથી. મસાલાના વેપારી સંગઠનના અગ્રણી હિરેન ગાંધીના મતે યુદ્ધને લઇને વિશ્વમાં આશરે ૨૦ ટકા તેલ, ૨૦ ટકા LNG અને ૨૫ ટકા ખાતરના સપ્‍લાય પર સીધી અસર પડી છે.

અમદાવાદના મસાલાના, તેજાના તથા તેલબીયાંના વેપારીઓ જણાવી રહ્યા છે કે યુદ્ધની પરિસ્‍થિતિને લઇને ફ્રેઇટના ખર્ચમાં ૪૦-૫૦ ટકાનો અસહ્ય વધારો થયો છે. બીજી તરફ મરીન ઇન્‍શ્‍યોરન્‍સ ખર્ચ પણ લગભગ ડબલ થઈ ગયો છે. આ પરિસ્‍થિતિમાં નિકાસ કે આયાત કરવી પરવડે તેમ નથી.

હિરેન ગાંધીએ જણાવ્‍યું હતું કે યુદ્ધની પરિસ્‍થિતિને લીધે ગુજરાતથી થતી નિકાસને મોટી અસર થઈ રહી છે, કારણ કે રાજ્‍યના પોર્ટ્‍સ અને એક્‍સપોર્ટ આધારિત ઉદ્યોગો સીધા અસરગ્રસ્‍ત થયા છે. જીરૂં અને મસાલા એક્‍સપોર્ટમાં ૧૫થી ૨૦ ટકા ઘટાડા સાથે ૪થી ૫ હજાર કરોડનું નુકસાન થયું છે. મગફળી અને તેના ઉત્‍પાદનમાં ૨થી ૩ હજાર કરોડ, તલમાં ૧થી ૧.૫ હજાર કરોડ અને ડિહાઇડ્રેટેડ પ્રોડક્‍ટ્‍સમાં ૨થી ૨.૫ હજાર કરોડની ખોટ નોંધાઈ છે. પરબોઇલ્‍ડ ચોખા સહિત અન્‍ય સેક્‍ટર્સને મળીને કુલ ૧૨થી ૧૬ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ અસર માત્ર વેપાર પૂરતી મર્યાદિત નથી. વધેલા ફ્રેઇટ અને ઇન્‍શ્‍યોરન્‍સ ખર્ચ, શિપમેન્‍ટમાં વિલંબ અને લાંબા પેમેન્‍ટ સાયકલના કારણે ઉદ્યોગોના કેશ ફલો પર પણ દબાણ આવ્‍યું છે. ઘણા ઉદ્યોગોમાં ટર્નઓવર યથાવત હોવા છતાં નફામાં ૧૫થી ૨૫ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.

ખાતર બજારમાં યુરિયાની કિમત ૫૧૬ ડોલર પ્રતિ ટનથી વધીને ૬૮૦ ડોલર સુધી પહોંચી છે, એટલે કે અંદાજે ૩૨ ટકાનો ઉછાળો નોંધાયો છે. ભારત ગલ્‍ફ દેશો પર ૬૦ ટકા કરતાં વધુ નિર્ભર હોવાને કારણે આયાત ખર્ચમાં ભારે વધારો થયો છે, જેના પરિણામે ખાતર સેક્‍ટરમાં કુલ ૬૫થી ૭૦ હજાર કરોડ રૂપિયાનું વધારાનું બોજું આવ્‍યું છે.

યુદ્ધ કે સપ્‍લાય ચેઇન સમસ્‍યાઓને કારણે અસરગ્રસ્‍ત મસાલા, મરી (કાળી મરી), લાલ મરચું, હળદર, જીરૂ, ધાણા, એલચી, ભારતમાંથી  મરી મસાલાની નિકાસ કયા દેશોમાં થાય છે. અમેરિકા, યુએઇ, ચીન, વિયેતનામ, બાંગ્‍લાદેશ, યુનાઇટેડ કિગડમ, સાઉદી અરેબિયા, જર્મની.

(10:19 AM IST)