<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

ડેડીયાપાડાના દુથર ગામમાં 6 કલાક મતદાન સ્થગિત રહ્યું : પંચાયત ફોરેસ્ટ અને ધારાસભ્યની મધ્યસ્થીથી 12.30 પછી મતદાન શરૂ થયું

રસ્તાની કામગીરીને લઇને ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો.અને ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો

(ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે ફુલસરથી દુથર ગામે જતા રસ્તાની કામગીરી ફોરેસ્ટ વિભાગે અટકાવી હતી.પંચાયત માર્ગ અને મકાન વિભાગ દેડિયાપાડાએ જરૂરી મંજૂરીઓ પણ મેળવી  હતી ત્યારે આ રસ્તાની કામગીરીને લઇને ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો.અને ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય કરી મતદાનના દિવસે બપોરે 9 વાગ્યા સુધી એક પણ મત નહીં પડતા નર્મદા જિલ્લા વહીવટી તંત્રમાં દોડધામ મચી હતી. અને ફોરેસ્ટ વિભાગ અને માર્ગ મકાન વિભાગ દેડિયાપાડા સહિત ચૂંટણી અધિકારીઓદૂથર ગામે પહોંચ્યા હતા. દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા એ પણ તંત્ર અને ગ્રામજનો વચ્ચે મધ્યસ્થી બની અને રસ્તો બનાવવાની બાહેધરી આપવા આવી ગ્રામજનો ને ધારાસભ્ય સમજાવતા 12.30 કલાકે મતદાન પુનઃ શરૂ થયું હતું.

    ડેડીયાપાડાના દુથર ગામમાં 157 ગામમાં મતદારો છે. અને ગ્રામજનોની માંગ હતી કે ફુલસર-દુથર રોડ બનાવવાની હતી. અભયારણ્ય વિસ્તાર હેઠળ વિસ્તાર હોય વાઈલ્ડલાઈફ ક્લિયરન્સ ન હોવાના કારણે વન વિભાગે કામ અટકાવ્યું હતું. દુથર ગામના 157 મતદારોએ બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યુ હતું. દુથર ગ્રામવાસીઓ સમજાવટ માટે RFO અને નાયબ કાર્યપાલક ઈજનેર ગામમાં પહોંચ્યા.અંતે અધિકારીઓએ લેખિત માં બાંહેધરી આપતા બપોરે 12.30 પછી મતદાન શરૂ થતાં તંત્રએ રાહત ના શ્વાસ લીધો હતો

(9:50 PM IST)