<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

બનાસકાંઠામાં મતદાન પૂર્ણ :અંદાજિત 62% મતદાન સાથે ઉમેદવારોના ભાવિ સીલ

તમામ EVM મશીનોને સુરક્ષિત રીતે સીલ કરી તાલુકા મથકોના સ્ટ્રોંગ રૂમમાં ખસેડવાની કામગીરી કરાઈ

બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે, જેમાં અંદાજિત 62% જેટલું ઊંચું મતદાન નોંધાયું છે. સામાન્ય ટેકનિકલ ખામીને બાદ કરતાં સમગ્ર પ્રક્રિયા નિર્વિઘ્ન રહી હતી. હાલમાં તમામ EVM મશીનોને સુરક્ષિત રીતે સીલ કરી તાલુકા મથકોના સ્ટ્રોંગ રૂમમાં ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે. હવે તમામની નજર 28મી એપ્રિલના પરિણામ પર ટકેલી છે.

(9:22 PM IST)