<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

સ્વીપ કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લામાં મતદાન જાગૃતિ રેલી યોજાઈ

વિદ્યાર્થીઓ દ્વારા મતદાનના મહત્ત્વ અંગે સૂત્રોચ્ચાર કરી જનજાગૃતિ ફેલાવાઈ : નાગરિકોને અવશ્ય મતદાન કરવા પ્રેરણા અપાઈ: સ્થાનિકોએ જવાબદાર નાગરિક તરીકે મતદાન કરવાનો સંકલ્પ લીધો

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા રાજપીપલા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે નાગરિકો વધુમાં વધુ સંખ્યામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે હેતુસર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘સ્વીપ’ (SVEEP) કાર્યક્રમ અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લાના વિવિધ શાળાઓમાં મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે રુંઢ પ્રાથમિક શાળા સહિત વિવિધ શાળાઓના આચાર્ય, શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ પ્રતિજ્ઞા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલી દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા મતદાનના મહત્ત્વ અંગે સૂત્રોચ્ચાર કરી જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. સાથે સાથે નાગરિકોને અવશ્ય મતદાન કરવા પ્રેરણા આપવામાં આવી હતી. જેમાં સ્થાનિકોએ જવાબદાર નાગરિક તરીકે મતદાન કરવાનો સંકલ્પ  લીધો હતો

(10:00 PM IST)