<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

વાવ-થરાદમાં ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માગ સાથે બજાર સ્વૈચ્છિક બંધ. મુસ્લીમ વેપારીઓએ રોજગાર બંધ રાખી આપ્યું સમર્થન

થરાદ, વાવ, ભાભર, લાખણી અને દિયોદર સહિતનાં શહેરોમાં મુખ્ય બજારો બંધ જોવા મળ્યા.

ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ સાથે ગાંધીનગરમાં મહાસભાનું આયાજોન કરાયું છે. જેને લઈ વાવ-થરાદ જિલ્લામાં ગૌભક્તો દ્વારા અપાયેલા બંધને વ્યાપક સમર્થન મળ્યું છે. થરાદ, વાવ, ભાભર, લાખણી અને દિયોદર સહિતનાં શહેરોમાં મુખ્ય બજારો બંધ જોવા મળ્યા હતા. નાના શાકભાજીના વેપારીઓથી લઈને APMCના વેપારીઓ સુધી લોકોએ સ્વૈચ્છિક રીતે ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા. ખાસ વાત એ રહી કે થરાદ બજારમાં મુસ્લિમ સમાજના વેપારીઓએ પણ પોતાની દુકાનો બંધ રાખીને આ માગને સમર્થન આપ્યું હતું

બીજી તરફ ગાંધીનગરના અડાલજ ખાતે યોજાયેલી ગૌભક્તોની મહાસભામાં વાવ-થરાદ જિલ્લાના મોટી સંખ્યામાં ગૌભક્તો જોડાયા. જ્યારે ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે એપીએમસીના સત્તાધીશોએ અગાઉથી રજા જાહેર કરી હતી. આમ, ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગને લઈને વાવ-થરાદ જિલ્લામાં વેપારીઓ, ગૌભક્તો અને વિવિધ સમાજના લોકોનો સહકાર જોવા મળ્યો હતો.

 

(8:31 PM IST)