<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

ગરૂડેશ્વર તાલુકાના હરીપુરા ગામે આરસીસી રોડ સળીયા વગર બનાવતા ગામજનોનો હોબાળો

ગ્રામજનનોની ઉગ્ર દલીલ બાદ સરપંચ દ્વારા સળિયા મંગાવવામાં આવ્યા હોવાની વાત

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના હરીપુરા ગામથી વણજી માતા બાજુ બનતા આરસીસી રોડ સળીયા વગર બનાવતા ગામજનો એ આરસીસી રોડનું કામ અટકાવતા હરીપુરા ગ્રામ પંચાયતના સરપંચ કાલિદાસભાઈ ત્યાં દોડી આવ્યા હતા અને ગ્રામજનનોની ઉગ્ર દલીલ બાદ સરપંચ દ્વારા સળિયા મંગાવવામાં આવ્યા હતા ત્યાર બાદ રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. તેનો મતલબ આ રોડ માં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હતો..?  જે જાગૃત ગ્રામજનો એ હોબાળો કરતા અટક્યો હોવાનું જાણવા મળ્યું હતું.
   અમે આ મુદ્દે સરપંચ કાલિદાસભાઈ સાથે આ બાબતની  સ્પષ્ટતા કરવા ફોન કર્યો તો તેમણે જણાવ્યું કે આ રસ્તો  35 મીટર કરવાનો હતો પરંતુ મંદિર જવા માટે અગવડ ના પડે તે માટે મેં 45 મીટર બનાવવા કહ્યું હતું જેથી 10 મીટર રોડ સળિયા વિના બનવાનો છે અને આ માર્ગ માટે મારી પાસે કોઈ ગ્રાન્ટ પણ આવી નથી આ તો મંદિર માટે હું મારા ખર્ચે માર્ગ બનાવું છું.એ બાબત મેં ગામજનોને જણાવતા કામ ચાલુ થઈ ગયું છે.

(9:57 PM IST)