News of Sunday, 13th September 2026
જુનારાજુવાડીયા નવીનગરીમાં જૂના ઝઘડાની અદાવતે યુવાનની હત્યા થતા ગામના અરેરાટી ફેલાઈ
મરનાર હિતેશએ ૨૦૧૩ના વર્ષમાં ફરિયાદીના કુટુંબી ભાઈની હત્યા કરી હોય જેની અદાવતે હિતેશનું ખૂન થયું

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જુનારાજુવાડીયા નવીનગરીમાં જૂના ઝઘડાની અદાવતે યુવાનની હત્યા કરનાર હત્યારા વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.
મળતી માહિતી અનુસાર નરોત્તમભાઇ ભયલાલ વસાવા (ઉ.વ.૫૦ )ધંધો, ખાનગી નોકરી( રહે,જુના રાજુવાડીયા નવીનગરી સરપંચની ગલી તા.નાંદોદ જી.નર્મદા) નાઓએ આપેલી ફરિયાદ મુજબ તેમના કુટુંબી ભાઈ કિરીટભાઇ ઉર્ફે ગણેશ બાવાભાઈ વસાવાનાઓની સાથે ૨૦૧૩ ની સાલમાં હિતેશભાઈ મનસુખભાઈ વસાવાનાઓને ઝગડો થયેલ તે વખતે હિતેશભાઈ નાઓએ ફરીયાદીના કુટુંબી ભાઈ કિરીટભાઇ ઉર્ફે ગણેશ બાવાભાઈ વસાવા નાઓને માર મારી તેમનુ મોત નિપજાવ્યું હતુ. જેની અદાવત રાખી તા.૧૦/૦૯/૨૦૨૬ ના રાત્રે ૧૦ વાગ્યા થી તા.૧૧/૦૯/૨૦૨૬ ના સવારે ૦૭/૦૦ વાગ્યા દરમ્યાન કોઈપણ સમયે જુનારાજુવાડીયા, નવીનગરી ખાતે ફરીયાદીના ઘર આગળ મરનાર સુતો હતો તે વખતે આ કામના કરણભાઇ કિરીટભાઇ વસાવા (રહે.જુનારાજુવાડીયા તા.નાંદોદ જી.નર્મદા) નાઓએ ડાબો કાન તથા ડાબી પાંપણ ઉપર તથા ગાલ ઉપર કોઈ તિક્ષ્ણ હથીયાર વડે મારી લોહી લુહાણ કરી મોત નિપજાવી સ્થળ ઉપરથી નાશી જઇ ગુનો કરતા આમલેથા પોલીસે કરણ કિરીટભાઇ ઉર્ફે ગણેશ વસાવા( રહે. જુનારાજુવાડીયા નવીનગરી તા. નાંદોદ જી .નર્મદા )વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
(9:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
