News of Monday, 27th April 2026
ભૂછાડ ગામે મેલી વિદ્યાના વહેમે ભાઈએ ભાઈના ગળે ધારિયું મારી મોતને ઘાટ ઉતાર્યો : બે દીકરીને પણ ધારિયું મારી ઘાયલ કરી
પોલીસે આરોપીને ઝડપી હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

(ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના ભૂછાડ ગામે મતદાનના દિવસે બે સગા ભાઈઓ અને ભત્રીજીઓ વચ્ચે ઝગડો થતા ગુસ્સામાં આવી એક ભાઈ એબીજાંભાઈ ને ધારિયું મારી ઘટના સ્થળે મોત નિપજાવ્યું હતું જ્યારે તેની ભત્રીજીઓને પણ હાથ અને માથા ભાગે ધારિયું મારતા ગંભીર ઇજાઓ પહોંચી હતી.પોલીસે આરોપીને ઝડપી હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
નાંદોદ તાલુકાના ભૂછાડ ગામે ભવાની ફળિયામાં રહેતા રમેશ બારભાઈ વસાવા અને તેના નાના ભાઈ ગુર્જી બારભાઈ અને મોટાભાઈ વિઠ્ઠલની બે દીકરીઓ સાવિત્રી અને શિલ્પા સાથે ઝગડો થયો હતો. મેલી વિધ્યા કરતા હોવાનો વહેમ રમેશ બારભાઈ વસાવા રાખતો હોય જે વહેમ ને લઈને ઝગડો થયો જેમાં ઘરમાંથી ધારિયું લઈ ને રમેશ બારભાઈ વસાવા એ દુકાને ચા ખાંડ લઈને આવતા ગુર્જી વસાવાને ગરદનના ભાગે ધારિયું મારી ત્યાજ પાડી દીધો અને ઘટના સ્થળે જ ગુર્જી વસાવાનું મોત નીપજ્યું હતું. જ્યારે સાવિત્રીબેનને માથાના ભાગે અને શિલ્પાબેનને હાથના ભાગે ધારિયું મારતા બંને બહેનો ને ગંભીર ઈજાઓ પહોંચી તેને તાત્કાલિક રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પોલીસે હત્યા નો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
