તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th May 2026
પાલીતાણાની પવિત્ર શેત્રુંજી નદીમાં દારૂની બોટલ સાથેનો વીડિયો વાયરલ: જૈન સમાજમાં ભારે રોષ
વાયરલ વીડિયોને લઈને જૈન સમાજ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી

પાલીતાણા ખાતે આવેલી પવિત્ર શેત્રુંજી નદીમાં કેટલાક યુવકો વિદેશી દારૂની બોટલો સાથે જોવા મળતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જૈન સમાજમાં ભારે રોષ ફેલાયો છે. વાયરલ વીડિયોને લઈને જૈન સમાજ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
જૈન સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે, પવિત્ર ગણાતી શેત્રુંજી નદીમાં આ પ્રકારની હરકતો ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડનારી છે. વીડિયો સામે આવતા સમાજના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અને સોશિયલ મીડિયામાં પણ વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
માહિતી મુજબ, નદીમાં નાહવા માટે આવેલા કેટલાક યુવકો દ્વારા દારૂની બોટલો સાથે વીડિયો બનાવવામાં આવ્યો હતો.જે બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જોકે, આ વીડિયો ક્યારનો છે તેની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી.
(9:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
