News of Friday, 27th November 2026
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
ઇસનપુર વિસ્તારમાં દબાણ હટાવવા આવેલી ગાડીના કર્મચારીઓએ લારીધારકો પાસેથી ઉઘરાણી કરી હોવાનો આરોપ:લારીધારકો પાસેથી રૂપિયા લઈ દબાણની ગાડીમાં બેઠેલા વ્યક્તિને પહોંચાડવામાં આવ્યા હોવાનો દાવો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઇસનપુર વિસ્તારમાં દબાણ હટાવવા આવેલી ગાડીના કર્મચારીઓએ લારીધારકો પાસેથી ઉઘરાણી કરી હોવાનો આરોપ છે. લારીધારકો પાસેથી રૂપિયા લઈ દબાણની ગાડીમાં બેઠેલા વ્યક્તિને પહોંચાડવામાં આવ્યા હોવાનો પણ દાવો કરાયો છે. કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ દબાણ હટાવવાની કામગીરીના નામે નાણાં વસૂલતા હોવાના આક્ષેપથી મ્યુનિસિપલ કમિશનરની દબાણમુક્ત અમદાવાદની ઝુંબેશ સામે સવાલો ઊઠ્યા છે. જોકે, વાયરલ વીડિયો ક્યારનો છે તે અંગે સ્પષ્ટતા નથી. વીડિયો સામે આવ્યા બાદ એસ્ટેટ વિભાગે તપાસ શરૂ કરી છે.
(8:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
