<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

અમદાવાદમાં વાસ્તુપૂજનના પ્રસંગે દારૂની મહેફિલનો વીડિયો વાયરલ : પોલીસ તપાસમાં દોડધામ

સરદારનગરમાં મહિલાના હાથમાં બિયરની બોટલ સાથે ડાન્સનો વીડિયો :

અમદાવાદ : ગુજરાતમાં દારૂબંધી વચ્ચે અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલી નંદીગ્રામ સોસાયટીના શિવ બંગલોઝમાં યોજાયેલા વાસ્તુપૂજન પ્રસંગનો કથિત દારૂ પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી છે.

વાયરલ વીડિયોમાં એક મહિલા હાથમાં બિયરની બોટલ લઈને નાચતી જોવા મળે છે, જ્યારે કેટલાક યુવકો દારૂ અને સોડા ભેળવતા હોવાનું દેખાય છે. આ વીડિયો પ્રસિદ્ધ થતાં સ્થાનિક પોલીસ હરકતમાં આવી છે.

સરદારનગર પોલીસે વાયરલ વીડિયો ધ્યાનમાં લઈને તપાસ શરૂ કરી છે. વીડિયોમાં દેખાતા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે અને કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાઈ છે. વીડિયો ક્યારે ઉતારાયો અને દારૂ ક્યાંથી આવ્યો તે સહિતની બાબતો તપાસનો વિષય છે. 

(11:33 AM IST)