<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

બકરી ઈદમા શહેરમાં વધતી ગૌવંશ તસ્કરી અને ગેરકાયદેસર કતલ પ્રવૃત્તિઓને રોકવા વીએચપી, નર્મદાનું આવેદન

શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલી કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જે માત્ર કાયદાનું ઉલ્લંઘન જ નથી કરતી પરંતુ સમાજની ધાર્મિક લાગણીઓને પણ ઠેસ પહોંચાડે છે.

( ભરત શાહ દ્વારા ) નર્મદા: વિશ્વ હિન્દુ પરિષદ, નર્મદા જિલ્લા દ્વારા જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેક્ટરને અપાયેલા આવેદનમાં જણાવ્યા મુજબ શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલી કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જે માત્ર કાયદાનું ઉલ્લંઘન જ નથી કરતી પરંતુ સમાજની ધાર્મિક લાગણીઓને પણ ઠેસ પહોંચાડે છે.

   અમને વિવિધ માધ્યમો તથા સ્થાનિક નાગરિકો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે શહેરના અનેક વિસ્તારોમાં, નર્મદા જીલ્લામાં તથા બાહ્ય વિસ્તાર અને અન્ય સંવેદનશીલ સ્થળોએ રાત્રિના સમયે ગૌવંશની તસ્કરી તથા ગેરકાયદેસર પરિવહન મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. વધુમાં કેટલાક વિસ્તારોમાં યોગ્ય પરવાનગી વિના પશુધની ગેરકાયદેસર એકમો પણ કાર્યરત હોવાનું જાણવા મળે છે.
વિશેષ કરીને હાલમાં બકરી ઈદનો તહેવાર નજીક આવી રહ્યો હોવાથી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા રહેલી છે, જેના કારણે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર પણ અસર પડી શકે છે.
વિશ્વ હિન્દુ પરિષદ તરફથી નીચે મુજબની માંગણીઓ કરવામાં આવે છે.
1. સધન ચેકિંગ વ્યવસ્થા:
શહેરના પ્રવેશ દ્વારો તથા સંવેદનશીલ માર્ગો ઉપર રાત્રિના સમયમાં વિશેષ પોલીસ ચેકપોસ્ટ ગોઠવવામાં આવે જેથી ગૌવંશની તસ્કરી તથા ગેરકાયદેસર પરિવહનને અસરકારક રીતે અટકાવી શકાય. તેમજ આ કામગીરીમાં બજરંગ દળના કાર્યકર્તાઓને પણ કાયદાકીય મર્યાદામાં રહી સહકાર આપવા તક આપવામાં આવે.
1. ગેરકાયદેસર એકમો પર તાત્કાલિક કાર્યવાહીઃ
જ્યાં ગેરકાયદેસર પશુવધ થતું હોવાની માહિતી પ્રાપ્ત થાય છે. રાજપીપળા નગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે તાત્કાલિક દરોડા પાડવામાં આવે અને દોષિતો સામે ગુજરાત પશુ સંરક્ષણ (સુધારા) અધિનિયમ, ૨૦૧૭ હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે 
1. CCTV દ્વારા દેખરેખ વધારવી:
સંવેદનશીલ વિસ્તારો, માંસની દુકાનો તથા શંકાસ્પદ સ્થળોની આસપાસ CCTV કેમેરા દ્વારા સતત દેખરેખ રાખવામાં આવે જેથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રહી શકે.
1. PASA હેઠળ કાર્યવાહીઃ
જે વ્યક્તિઓ વારંવાર આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા જોવા મળે છે, તેમની સામે PASA હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવા ગુનાઓને અટકાવી શકાય.
આ વિષય અત્યંત સંવેદનશીલ અને જનભાવનાઓ સાથે જોડાયેલો હોવાથી આપ તાત્કાલિક અને કડક પગલાં લેશો તેવી અમારી અપેક્ષા છે.

(10:33 PM IST)