તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 4th October 2026
સુરેન્દ્રનગરમાં જીમ સંચાલકના કાંડ બાદ VHP-બજરંગ દળ આક્રમક: પ્રી-નવરાત્રિ ગરબામાં આધારકાર્ડ અને ચંદન તિલક ચેકિંગ પછી જ મળશે એન્ટ્રી
બિન-હિન્દુઓના પ્રવેશ સામે કાર્યકરોનો કડક લાલઆંખ કરવાનો નિર્ણય: આયોજકોને કડક સૂચના સાથે ખાનગી સિક્યોરિટી અને બાઉન્સરો તૈનાત કરાશે

અમદાવાદ : સુરેન્દ્રનગરમાં તાજેતરમાં સામે આવેલા જીમ સંચાલકના ચર્ચિત કિસ્સા બાદ હિન્દુ સંગઠનો અત્યંત આક્રમક મોડમાં આવી ગયા છે. આગામી નવરાત્રિ મહોત્સવ અને પ્રી-નવરાત્રિ ગરબા આયોજનોમાં કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના કે 'લવ જેહાદ' જેવા બનાવો ન બને તે માટે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ દ્વારા કડક પગલાં લેવાની જાહેરાત કરવામાં આવી છે.
સંગઠન દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, સુરેન્દ્રનગર અને આસપાસના તમામ પ્રી-નવરાત્રિ તથા નવરાત્રિ ગરબા મહોત્સવના સ્થળો પર કડક ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવશે. ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ કરતી વખતે દરેક ખેલૈયા અને દર્શકની ઓળખ ચકાસવા માટે કાયદેસરના ઓળખપત્ર (ઓળખ ચકાસણી) ફરજિયાત કરવામાં આવશે. આ ઉપરાંત, પ્રવેશદ્વાર પર ચંદનનું તિલક લગાવીને જ ગરબા રસીકોને અંદર પ્રવેશવા દેવામાં આવશે.
VHP અને બજરંગ દળના સ્થાનિક આગેવાનોએ ગરબા આયોજકોને પણ સ્પષ્ટ સૂચના આપી છે કે ગ્રાઉન્ડ પર ખાનગી સિક્યોરિટી ગાર્ડ્સ અને બાઉન્સરોની વિશેષ તૈનાતી રાખવામાં આવે. કોઈપણ બિન-હિન્દુ કે અસામાજિક તત્વો ગરબા મહોત્સવની પવિત્રતા ન બગાડે તે માટે દ્વાર પર જ સઘન ચેકિંગ કરવામાં આવશે.
હિન્દુ સંગઠનોના આ નિર્ણયને પગલે સ્થાનિક સ્તરે ભારે ચર્ચા જાગી છે અને આયોજકો દ્વારા પણ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
