News of Monday, 5th October 2026
નવરાત્રીમાં યુવતીઓની સુરક્ષા માટે SOP જાહેર કરવા વડોદરા પોલીસ કમિશનરને વિહિપ.-બજરંગ દળની રજૂઆત
ગરબા આયોજકોને સુરક્ષા અને પ્રવેશ વ્યવસ્થા અંગે તકેદારી રાખવાની માંગ કરાઈ:ગરબા સ્થળોએ સઘન ચેકિંગ અને સુરક્ષા વ્યવસ્થાની રજૂઆત.

વડોદરામાં નવરાત્રીની સુરક્ષાને લઈને VHP-બજરંગ દળે પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરી છે. નવરાત્રીમાં યુવતીઓની સુરક્ષા માટે SOP જાહેર કરવાની પોલીસ કમિશનરને માંગ કરી છે. બજરંગ દળ સંયોજક પ્રતાપ મોહિતેના નેતૃત્વમાં આવેદનપત્ર અપાયું છે. ગરબા આયોજકોને સુરક્ષા અને પ્રવેશ વ્યવસ્થા અંગે તકેદારી રાખવાની માંગ કરાઈ છે. ગરબા સ્થળોએ સઘન ચેકિંગ અને સુરક્ષા વ્યવસ્થાની રજૂઆત કરાઈ છે, શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે સતર્ક રહેવા આયોજકોને અપીલની માંગ કરાઈ છે. નવરાત્રી દરમિયાન પોલીસ-આયોજકો વચ્ચે સંકલન વધારવાની માંગ કરવાની સાથોસાથ ‘મારી દીકરી મારા ઘર આંગણે’ અભિયાન સાથે સુરક્ષાનો સંદેશ આપવા જણાવ્યું છે. નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા વિવિધ સૂચનો પણ કરાયા છે .
(7:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
