<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

અમદાવાદ, ગાંધીનગર, મહેસાણાથી એક્ટિવા ચોરી કરનારો વાહનચોર ઝડપાયો : પોલીસે 15 એક્ટિવા કબજે કર્યા

સતલાસણા વિસ્તારમાંથી પેટ્રોલિંગ દરમિયાન મહેશ દરજીને દબોચી લેવાયો

મહેસાણામાં એક્ટીવા ચોર ઝડપાયો છે , ચોરીના 15 એક્ટીવા જપ્ત કરવામાં આવ્યા છે . સતલાસણા વિસ્તારમાંથી પેટ્રોલિંગ દરમિયાન ચોરને દબોચી લેવાયો છે. ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ કરી પાર્ક કરેલા એક્ટીવા ચોરતો હતો આરોપી. મહેસાણા, અમદાવાદ અને ગાંધીનગરમાં તરખાટ મચાવ્યો હતો, ચોરીના 15 એક્ટીવા સાથે આરોપી મહેશ દરજી જેલના સળિયા પાછળ ધકેલાયો છે . પોલીસે કુલ 3,83,000 રૂપિયાનો મુદ્દામાલ કર્યો રિકવર કર્યો છે. મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ચોરીનો ભેદ ઉકેલ્યો છે .

(7:48 PM IST)