<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

વાહન એસ્‍કોર્ટ પર સજ્જડ બ્રેક, વર્ચ્‍યુઅલ કોર્ટ સુનાવણી, ઓનલાઈન બેઠક, વિસીથી કેસ રિવ્‍યૂ કરવા ડો.કે. એલ.એન રાવ દ્વારા આદેશ

આત્‍મનિર્ભરતાના વડાપ્રધાનના સૂચનનો રાજ્‍યની જેલોમાં અમલ કરાવનાર મુખ્‍ય પોલીસ વડાએ હવે પીએમના ઇંધણ બચતનું સૂચનનો પોલીસ તંત્રમાં અમલ કરવા પહેલ કરી લો એન્‍ડ ઓર્ડર વડા રાજકુમાર પાંડિયન, સિનિયર ips ખુર્શીદ અહેમદ અને લો એન્‍ડ ઓર્ડરના મકરંદ ચોહાણની ઉપસ્‍થિતિમાં ગુજરાતભરના ટોચના અધિકારીઓને સરકારી તિજોરી અને પર્યાવરણ વિગેરે બાબતો આવરી ફિલ્‍ડ સ્‍ટાફને તાકીદે ઇંધણ બચાવ અભિયાનનો અમલ કરવા આદેશ વડાપ્રધાનના આત્‍મનિર્ભર બનાવવાના અભિયાન અંતર્ગત રાજ્‍યના મુખ્‍યજેલ વડા તરીકે કેદીઓના ઉત્‍કર્ષ અને રોજગારી લક્ષી તાલીમ પૂરી પાડનાર સિનિયર મોસ્‍ટ ips દ્વારા PM ના સૂચનનો ચુસ્‍ત અમલ કરવા તાકીદે રાજ્‍યભરના ટોચના અધિકારીઓ સાથે મહત્‍વના સૂચનો અને માર્ગદર્શન અપાયું

રાજકોટ, તા. ૧૩: રાજ્‍યમાં સરકારી સંસાધનો અને ઈંધણની બચત માટે મુખ્‍ય પોલીસ વડા અને સી.આઈ.ડી. ક્રાઈમ વડા ડો. કે.એલ.એન.રાવ દ્વારા તમામ વરિષ્ઠ અધિકારીઓ સાથે વીડિયો કોન્‍ફરન્‍સ યોજવામાં આવી હતી. વીસીમાં તમામ ફિલ્‍ડ યુનિટ્‍સને કડક નિર્દેશો આપવામાં આવ્‍યા છે.

મુખ્‍ય નિર્ણયોઃ ૧. વાહન એસ્‍કોર્ટ પર નિયંત્રણ - બિનંજરૂરી વાહનોના કાફલા પર પ્રતિબંધ, ફક્‍ત આવશ્‍યક કિસ્‍સામાં જ એસ્‍કોર્ટ.૨. વર્ચ્‍યુઅલ કોર્ટ સુનાવણી - શકય ત્‍યાં સુધી કોર્ટની કાર્યવાહી ઓનલાઈન માધ્‍યમથી કરવા પર ભાર, ૩. ઓનલાઈન મીટિંગ - ઓફલાઈન મીટિંગના બદલે વીડિયો કોન્‍ફરન્‍સથી બેઠકો યોજવા સૂચનાપ, ૪. કેસ રિવ્‍યૂ વીસીથી - તપાસ અને કેસોની સમીક્ષા વીડિયો કોન્‍ફરન્‍સ માધ્‍યમથી કરવા આદેશ.

ડો. કે.એલ.એન.રાવ દ્વારા જણાવવામાં આવ્‍યું કે સરકારી તિજોરી અને પર્યાવરણ બંનેના હિતમાં ઈંધણની બચત અત્‍યંત જરૂરી છે. તમામ યુનિટ્‍સને આ નિર્દેશોનું ચુસ્‍તપણે પાલન કરવા તાકીદ કરવામાં આવી છે

અત્રે એ યાદ રહે કે દરેક દેશવાસીઓ આત્‍મનિર્ભર બને તેવા જે દૂરંદેશી પગલા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા સૂચવાયેલ તેનો એ સમયે પણ મુખ્‍ય પોલીસ વડા ડો .કે એલ.એન.રાવ દ્વારા રાજ્‍યના મુખ્‍ય જેલ વડા તરીકે જે ક્રાંતિકારી પગલા લીધેલ તેમાં રાજ્‍યની જેલના કેદીઓને આત્‍મ નિર્ભર બનાવવા માટે જેલમાં વિવિધ રોજગારલક્ષી તાલીમ આપી રોજગારી જેલ જીવન બાદ પણ અને આત્‍મ નિર્ભર બને તે દિશામાં પરિણામલક્ષી કાર્યવાહી કરી છે. જાણીતા શિક્ષણશાષાી અને ડીન ડો ઇન્‍દુ રાવ દ્વારા પણ વડાપ્રધાનના આત્‍મ નિર્ભર પ્રોજેક્‍ટ માટે ખૂબ સહયોગ આપેલ, જેની રાજ્‍યપાલ અને પૂર્વ ગવર્નર અને દેશના પ્રથમ મહિલા શષ્ટત કિરણ બેદી દ્વારા નોંધ લેવામાં આવેલ.

(10:53 AM IST)