તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th July 2026
શાકભાજીના ભાવ આસમાનેઃ ખાંડ-ચા અને ફરસાણ પણ મોંઘા થયા
ચોમાસાની બેવડી આડઅસર, કેટલાક લેભાગુ તત્ત્વો કૃત્રિમ ભાવ વધારો કરી રહ્યા હોવાનો લોકોનો આક્ષેપ : આવક ઘટતાં લીલાશાકભાજીમાં કિલોએ રૂ.૪૦થી ૮૦નો તોતિંગ ઉછાળો, તંત્રની નિષ્ક્રિયતા સામે ગૃહિણીઓમાં ભારે આક્રોશ : આદુ રૂ.૩૦૦ કિલો ટમેટા ૮૦, કોથમીર ૨૫૦ કિલો રિટેઈલમાં વેચાય છે, ખાંડના ભાવ કિલોએ રૂ.૩નો વધારો થતાં ૪૯ થઈ ગઈ

અમદાવાદ,તા.૧૦: ભારે વરસાદને લીધે લીલાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. આદુ રિટેઈલમાં રૂ. ૩૦૦ કિલો, ટામેટા રૂ. ૮૦, કોથમીર રૂ. ૨૫૦ વેચાઈ રહી છે. જેના લીધે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. ભારે વરસાદના લીધે લીલા શાકભાજીની આવક ઓછી થઈ છે, જેના કારણે શાકભાજીના ભાવોમાં પણ કિલોએ રૂ. ૪૦ થી ૮૦ સુધીનો વધારો થઈ ગયો છે. સામાન્ય દિવસોમાં રિટેઈલમાં રૂ. ૪૦ કિલો મળતું આદુ અત્યારે રિટેઈલમાં રૂ. ૩૦૦ કિલો અને સેમી હોલસેલમાં રૂ. ૨૦૦ કિલો મળી રહ્યું છે. બટાકા અને ડુંગળી રૂ. ૪૦ કિલો મળી રહ્યા છે. આખું લસણ રૂ. ૨૬૦ થી ૩૨૫ કિલો મળી રહ્યું છે. ખાંડમાં કિલોએ રૂ. ૩નો વધારો થતાં રૂ. ૪૯ કિલો થઈ ગઈ છે. જ્યારે બાન્ડેડ ચા પત્તીમાં કિલોએ રૂ. ૩૦નો વધારો થતાં રૂ. ૫૪૦ વાળી કિલો ચા હવે રૂ. ૫૭૦માં મળી રહી છે. આમ, ખાણી-પીણીના ભાવો આસમાને પહોંચી ગયા હોવા છતાં
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં રહેતા હોવાથી અને તપાસ કરવા જતા ન હોવાથી છેલ્લા થણા સમયથી કેટલાક લેભાગુ તત્ત્વો ખાદ્યતેલ અને શાકભાજીમાં કૃત્રિમ ભાવ વધારો કરી કરી રહ્યાં છે, જેના લીધે ગૃહિણીના ઉપર સીધી અસર જોવા મળી છે. ગૃહિણીઓએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, હવે ક્યાં સુધી અમે ધીરજ રાખીએ? મોંથવારી ઘટવાનું નામ લેતી નથી, ઊલટાનું મોંથવારી વધતી બજેટ જાય છે. સામાન્ય દિવસોમાં આલુ મટર અને વેજીટેબલ સેન્ડવિચ રૂ. પ૦ માં મળતી હતી તે અત્યારે રૂ. ૬૦ થી ૮૦ થઈ ગઈ છે. જયારે ચીઝ જામ અને ચીઝ ચટણી સેન્ડવિચ રૂ. ૧૨૦ થી ૧ cloth ૪૦ માં મળી રહી છે. ટોસ્ટ સેન્ડવિચ લેવા જાઓ તો તેમાં વધુ રૂ. ૩૦ થી ૫૦ ચૂકવવા પડે છે. સેન્ડવિચમાં વપરાતી બ્રેડના ભાવો અને ગેસના બાટલાના ભાવો વધવાને લીધે રાતોરાત ભાવો વધારી દેવામાં આવ્યા છે.
ફાફડા-વણેલા ગાંઠિયા રૂ.૬૦૦ થી ૮૫૦ કિલો
ચણાના લોટના ભાવો અને તેલના ભાવો વધવાની સાથે ફરસાણના ભાવો આસમાને છે. સામાન્ય દિવસોમાં ચોળાફળી રૂ. ૩૦૦ કિલો મળતી હતી તેના ભાવ આજે વધીને રૂ. ૪૫૦ થી ૫૦૦ થયા છે. જ્યારે ફાફડા અને વણેલા ગાંઠિયા રૂ. ૬૦૦ થી ૧,૮૫૦ કિલો લેખે વેચાય છે. નાયલોન ખમણ રૂ.૩૦૦ વેચાય છે અને વાટીદાળના ખમણ રૂ. ૩૦૦ કિલો વેચાય છે.
શાકભાજીના ભાવ (કિલોના)
મેથી રૂ.૧૨૦
તુરિયા રૂ.૧૦૦
ચોળી રૂ.૨૦૦
પાલક રૂ.૯૦
ગવાર રૂ.૧૬૦
સીમલા મરચાં રૂ.૮૦
સરગવો રૂ.૧૦૦
ટમેટાં રૂ.૮૦
ટીંડોળા રૂ.૧૪૦
રવૈયા રૂ.૬૦
પરવાર રૂ.૯૦
દેશી મરચા રૂ.૭૦
લીંબુ રૂ.૭૦
દૂધી રૂ.૫૦
દેશી કાકડી રૂ.૧૪૦
બીટ રૂ.૪૦
ભીંડા રૂ.૧૨૦
બટાકા રૂ.૪૦
ડુંગળી રૂ.૪૦
કોબી રૂ.૭૦
ફલાવર રૂ.૧૧૦
કોથમીર રૂ.૨૫૦
કંકોડા રૂ.૨૨૦
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
