<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

અમદાવાદમાં તીવ્ર ગરમીમાં પાણીની સમસ્યાને લઈને વસ્ત્રાલના EWS 63 આવાસ યોજનાના સ્થાનિકોએ ભારે હલ્લાબોલ કર્યો

પાણીની તકલીફના સમાધાન માટે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન મળતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો

અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે પાણીની સમસ્યાને લઈને વસ્ત્રાલના EWS 63 આવાસ યોજનાના સ્થાનિકોએ ભારે હલ્લાબોલ કર્યો હતો. લાંબા સમયથી ચાલી રહેલી પાણીની તકલીફના સમાધાન માટે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન મળતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ મામલે લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય પ્રવેશ દ્વાર પર પહોંચ્યા હતા અને હોબાળો કર્યો હતો. સ્થાનિકોએ તાત્કાલિક પાણીની સમસ્યા ઉકેલવા અને યોગ્ય સુવિધા આપવા માંગ કરી હતી

(6:31 PM IST)