<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

વસ્ત્રlલ, અમદાવાદ ખાતે ક્ષત્રિય વિકાસ પરિષદ ગુજરાત દ્વારા ભવ્‍ય દશેરા શષાપૂજન અને સ્‍નેહમિલન સમારોહ સંપન્ન : બહોળી સંખ્‍યામાં ક્ષત્રિયો રહ્યા ઉપસ્‍થિત

અધ્‍યક્ષ મહેશસિંહ કુશવાહ દ્વારા ગીતાના શ્‍લોકના માધ્‍યમથી ક્ષત્રિય ધર્મ અને જીવન મૂલ્‍યો પર ભાર મુકાયો : ધારાસભ્‍ય અને મહિલા વિંગના અગ્રણીઓએ આપ્‍યા પ્રેરણાદાયી વિચારો

અમદાવાદઃ ક્ષત્રિય વિકાસ પરિષદ ગુજરાત દ્વારા અમદાવાદના વષાાલ ખાતે વિજયાદશમી (દશેરા) પર્વ નિમિત્તે દશેરા શષાપૂજન અને તોહમિલન સમારોહનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું. આ વિશેષ સમારોહમાં રાજ્‍યભરમાંથી બહોળી સંખ્‍યામાં ક્ષત્રિય સમાજના શ્રેષ્ઠીઓ અને નાગરિકોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન પરિષદના અધ્‍યક્ષ મહેશસિંહ કુશવાહ, પૂર્વ અધ્‍યક્ષ ઠાકુર સાહબ શિવબહાદૂરસિંહજી, મહાસચિવ અશોકસિંહ ભદૌરિયા તેમજ પ્રતિષ્ઠિત વ્‍યાપારી બિન્‍દાસિંહ ચંદેલના વરદ હસ્‍તે શાષાોક્‍ત વિધિથી સામૂહિક શષાપૂજન સંપન્ન કરવામાં આવ્‍યું હતું.

સમારોહને સંબોધતા પરિષદના અધ્‍યક્ષ મહેશસિંહ કુશવાહએ શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાના ૧૮મા અધ્‍યાયના ૪૩મા શ્‍લોક ‘‘શૌર્યં તેજો ધળતિર્દાક્ષ્યં યુદ્ધે ચાપ્‍યપલાયનમ્‌ & દાનમીશ્વરભાવヘ ક્ષાત્રં કર્મ સ્‍વભાવજમ્‌&&'' ના સંદર્ભને આજના આધુનિક યુગમાં ઉતારતા યુવાનોને વિશેષ ગુણો ધારણ કરવા હાકલ કરી હતીઃ

શૌર્યં (સાહસી): નોકરી, બિઝનેસ, ઉદ્યોગ કે ભણતર સહિતના કોઈપણ ક્ષેત્રમાં કયારેય હારીને બેસી ન રહેતા હંમેશાં સાહસી બનવું.

તેજો (ચહેરા પર તેજ): ઉચ્‍ચ નૈતિકતા, ચરિત્ર અને શિસ્‍ત ધારણ કરીને પોતાનું તેજ જાળવવું, કારણ કે જે જેટલો ચારિત્ર્યવાન છે તે એટલો જ તેજસ્‍વી બને છે.

ધળતિઃ (તસુભાર પણ ન હટો): બિઝનેસમાં નુકસાન થાય, પરિવારમાં ઝઘડો થાય કે સમાજનું નિઃસ્‍વાર્થ કામ કરતી વખતે આલોચના થાય તો પણ મન પાછું ન કરવું.

દાક્ષ્યં (નિપુણ હોવું): વર્તમાન સમય તલવારનો નહીં પરંતુ શિક્ષણ અને સ્‍કીલનો છે, તેથી જે પણ કાર્ય કરો તેમાં પૂરી નિપુણતા લાવો કારણ કે નિપુણતાથી જ ધન અને ખ્‍યાતિ મળે છે.

યુદ્ધે ચાપ્‍યપલાયનમ્‌ (સંઘર્ષથી ભાગવું નહીં): UPSC હોય, વેપાર કે વ્‍યવસાય હોય, કોઈપણ વિકટ પરિસ્‍થિતિમાં ટકી રહીને કયારેય નબળું મન કરવું નહીં.

દાનમ્‌ (મોટું હૃદય રાખવું): ક્ષત્રિય હંમેશાં વહેંચે છે; સમય, જ્ઞાન, અનુભવ અને સહયોગ સમાજ, દેશ તથા ધર્મ માટે વહેંચવો એ પણ ઉત્તમ દાન છે.

ઈશ્વરભાવ (બોસ નહીં લીડર બનો): મિત્રો, પરિવાર અને પડોશમાં ૅમારા હોતા કોઈનું અહિત નહીં થાય અને કોઈ નબળું નહીં રહેૅ તેવો ભરોસો આપીને તેના પર પૂરા ઉતરવું.

અધ્‍યક્ષશ્રીએ ઉપસ્‍થિત સૌને રાવણદહન પહેલાં પોતાના અવગુણોનું દહન કરવાનો સંકલ્‍પ લેવા જણાવ્‍યું હતું તેમજ સતત વાંચન, સાહિત્‍ય-સંસ્‍કળતિને જીવનમાં ઉતારી વિજ્ઞાન અને ટેકનોલોજીથી અપડેટ રહી સક્રિય રહેવા ભાર મૂકયો હતો.

આ પ્રસંગે બાપુનગરના ધારાસભ્‍ય  દિનેશસિંહ કુશવાહએ પોતાના આશીર્વચન આપતા જણાવ્‍યું હતું કે જેમ કોઈ સફળ મોબાઈલ સતત અપડેટ થતો રહે છે, તેવી જ રીતે દરેક વ્‍યક્‍તિએ પણ પોતાની જાતને સતત અપડેટ રાખવી જોઈએ જેથી વ્‍યક્‍તિ, પરિવાર અને રાષ્‍ટ્રને તેનો સતત ફાયદો મળી શકે.

કાર્યક્રમના અંતે મહિલા વિંગના અધ્‍યક્ષ વેદ ભદૌરિયાએ આવનારા સમયમાં સોશિયલ મીડિયા અને આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સ (AI) ના દુરુપયોગ સામે સજાગ રહેવા પર ભાર મૂકયો હતો, સાથે જ ટેકનોલોજીના સાવધાનીપૂર્વક ઉપયોગ દ્વારા મહિલા સશક્‍તિકરણને વધુ ઝડપી બનાવવાની જરૂરિયાત પર વિશેષ પ્રકાશ પાડ્‍યો હતો. કાર્યક્રમના અંતે મહાસચિવ અશોકસિંહ ભદૌરિયા દ્વારા સૌનો આભાર વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો હતો.(૪૧.૩)

 

(1:03 PM IST)