<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

ગુજરાતના વિવિધ ઉદ્યોગો પર અમેરિકા-ઈરાન-ઈઝરાયેલ તેમજ રશિયા-યુક્રેન યુદ્ધની માઠી અસર

સુરત સહીત ગુજરાતના ટેક્સ્ટાઇલ ઉદ્યોગની ગંભીર પરિસ્થિતિ : કાચા માલનાં ભાવમાં સતત વધારો ઉદ્યોગ માટે મોટી મુશ્કેલી :બજારમાં મની ક્રાઇસિસ સર્જાતાં ગ્રાહકોની ખરીદશક્તિ ઘટી: ઓનલાઇન વેપારમાં 50% સુધીની અસર

દક્ષિણ ગુજરાત ટેક્સ્ટાઇલ પ્રોસેસર્સ એસોસિએશનને સુરત સહીત ગુજરાતના ટેક્સ્ટાઇલ ઉદ્યોગની ગંભીર પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. કાચા માલનાં ભાવમાં સતત વધારો ઉદ્યોગ માટે મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે. 6 મહિના પહેલાં ₹5,000 થી ₹5,500 મળતો કોલસો અત્યારે વધીને ₹10,000 થી ₹11,000 પ્રતિ ટન પહોંચી ગયો છે. ડાઇઝ-કેમિકલ પણ મોંઘા થયા છે.  ક્રૂડ અને રો-મટિરિયલમાં થયેલા ભાવવધારાને કારણે ડાઇઝ અને કેમિકલ્સનાં ભાવો પણ આસમાને પહોંચ્યા છે. વૈશ્વિક યુદ્ધોની સીધી અસરને કારણે સ્થિતી વણસી રહી છે. રશિયા-યુક્રેન અને ઇરાન-ઇઝરાયલ તણાવને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ મોંઘું થતાં ઇનપુટ કોસ્ટમાં ભારે ઉછાળો આવ્યો છે.  બજારમાં મની ક્રાઇસિસ સર્જાતાં ગ્રાહકોની ખરીદશક્તિ ઘટી છે. ઓનલાઇન વેપારમાં 50% સુધીની અસર જોવા મળી રહી છે. વિપરીત પરિસ્થિતિ દિવાળીનાં તહેવાર ટાણે ઇતિહાસમાં ક્યારેય જોવા મળી નથી તેવો મત ઊદ્યોગકારોએ વ્યક્ત કર્યો છે

 

(6:44 PM IST)