News of Thursday, 16th April 2026
વિરમગામની શ્રી થોરી મુબારક પ્રા.શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજાયા

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : લોકશાહી પર્વ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આગામી દિવસોમાં યોજાનાર છે. જેમાં વિરમગામની શ્રી થોરી મુબારક પ્રા.શાળામાં SVEEP અંતર્ગત લોકોમાં તેમજ આગામી પેઢીના મતદારો એવા વિદ્યાર્થીઓમાં મતદાન જાગૃતિ માટે વિવિધ પ્રવૃત્તિઓનું તાજેતરમાં આયોજન કરાયું હતું. શાળાના આચાર્ય અને શિક્ષકગણના માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓએ અનેરો ઉત્સાહ દાખવી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. જેમાં લોકશાહીના રંગોથી શાળાના આંગણે સુંદર રંગોળી પૂરી મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો હતો.
વિદ્યાર્થીનીઓએ મહેંદી દ્વારા ચૂંટણી અને મતદાન વિષય પર આકર્ષણ જમાવ્યું હતું. ચિત્ર કલાના માધ્યમથી બાળકોએ મારો મત, મારો અધિકાર વિષયને ચિત્રિત કર્યા હતા. તેમજ સાંસ્કૃતિક નાટક અને ગીતો કાર્યક્રમ દ્વારા ગ્રામજનોને મતદાનનું મહત્વ સમજાવ્યું હતું. સાથે સહી ઝુંબેશ દ્વારા લોકશાહીને મજબૂત બનાવવા સંદેશ પાઠવ્યો હતો.
(10:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
