News of Thursday, 26th November 2026
સુરતમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપીને વરાછા પોલીસે ઝડપી પાડ્યો
20,000 રૂપિયાની ખરીદી અને 1,20,000 રૂપિયાની રોયલ એન્ફિલ્ડ બુલેટ ખરીદી નાણાં ચૂકવ્યા વિના મોબાઈલ ફોન બંધ કરી ફરાર થયો હતો

સુરતની વરાછા પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી લાલાભાઈ દલપતભાઈ ડામોરને ઝડપી પાડ્યો છે. વર્ષ 2025માં આરોપીએ ફરિયાદી પાસેથી 20,000 રૂપિયાની ખરીદી કરવા ઉપરાંત 1,20,000 રૂપિયાની રોયલ એન્ફિલ્ડ બુલેટ ખરીદી હતી. જોકે, નાણાં ચૂકવ્યા વિના મોબાઈલ ફોન બંધ કરી ફરાર થઈ જતા તેની સામે વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
