<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

વાપીમાં જૂની અદાવતનો બદલો લેવા માટે એક યુવક પર ચપ્પુ વડે ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો

હુમલાની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ:ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો

વાપીમાં જૂની અદાવતનો બદલો લેવા માટે એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. થોડા દિવસો પહેલા થયેલી બોલાચાલી દરમિયાન યુવકે સામેવાળી વ્યક્તિને થપ્પડ મારી હતી, જેનો બદલો લેવા માટે હુમલાખોરોએ તક મળતા જ યુવક પર ચપ્પુ વડે ઘાતક હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ યુવકના પેટ અને છાતીના ભાગે ચપ્પુના ગંભીર ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર હુમલાની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ મામલે વાપી પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

(6:39 PM IST)