તા. ૧૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૧ બુધવાર
News of Wednesday, 9th September 2026
વડોદરાના વાઘોડિયા રોડ પર ગણેશ પંડાલમાં તોડફોડ: મોપેડ પર આવેલા 3 શખ્સોએ લોખંડના ટેબલો ઉથલાવ્યા
મંડળના યુવક પ્રદીપસિંહ વાઘેલાએ બાપોદ પોલીસમાં અરજી કરી. જગ્યા વધારવા મુદ્દે વાતચીત બાદ તોડફોડ થઈ હોવાની વિગતો

વડોદરાના વાઘોડિયા રોડ પર ગણેશ પંડાલમાં તોડફોડ કરાઈ છે. મોપેડ પર આવેલા 3 શખ્સોએ લોખંડના ટેબલો ઉથલાવ્યા હતા. ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રાત્રિના સમયે તોડફોડ કરી હતી. મંડપમાં તોડફોડ કરી ટેબલો ઊંધા વાળી નુકસાન પહોંચાડ્યું હતું. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી આ ઘટના બાદ મંડળના યુવક પ્રદીપસિંહ વાઘેલાએ બાપોદ પોલીસમાં અરજી કરી હતી જગ્યા વધારવા મુદ્દે વાતચીત બાદ તોડફોડ થઈ હોવાની વિગતો બહાર આવી છે. પોલીસે બંને પક્ષોને બોલાવી સમજાવટ કરી હતી અને તોડફોડ કરનાર 3 શખ્સોની શોધખોળ શરૂ કરી કછે.શખ્સો સામે કાર્યવાહી કરવા પોલીસે તપાસ હાથ ધરી છે.
(8:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
