તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd October 2026
વલસાડ LCBની મોટી કાર્યવાહી: બંધ બોડીના ટ્રકમાંથી રૂ. 94.86 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
પારનેરા–ચણવઈ ઓવરબ્રિજ નજીકથી 49,152 બોટલ અને રૂ. 10 લાખનો ટાટા ટેમ્પો કબજે; કુલ રૂ. 1.04 કરોડનો મુદ્દામાલ જપ્ત

વલસાડ: દક્ષિણ ગુજરાતના અસામાજિક પ્રવૃત્તિ પર અંકુશ મેળવવા માટે રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાને કડક કાર્યવાહી કરવાના નિર્દેશ બાદ વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા વિદેશી દારૂની હેરાફેરી સામે કાર્યવાહી કરતાં બંધ બોડીના ટાટા ટેમ્પોમાં લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા દારૂ સહિત કુલ રૂ. 1,04,86,336નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસની પ્રાપ્ત માહિતી અનુસાર, પારનેરા–ચણવઈ ઓવરબ્રિજના ઉત્તર છેડે નેશનલ હાઈવે નંબર 48 પરથી મુંબઈથી સુરત તરફ જતા સર્વિસ રોડ પર વલસાડ LCBની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. આ દરમિયાન દારૂ ભરેલો બંધ બોડીનો ટાટા ટેમ્પો નં. MH-14-KA-2843 કબજે કરવામાં આવ્યો હતો.
પોલીસે ટેમ્પોમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની 1,024 બોક્સમાં ભરેલી કુલ 49,152 બોટલ, અંદાજિત 8,847.360 લિટર જથ્થો કબજે કર્યો હતો. જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂ. 94,86,336 અને ટાટા ટેમ્પોની કિંમત રૂ. 10 લાખ આંકવામાં આવી છે. આ ઉપરાંત ત્રણ નંબર પ્લેટ પણ કબજે કરવામાં આવી છે. કુલ મુદ્દામાલની કિંમત રૂ. 1,04,86,336 થાય છે.
માહિતી અનુસાર મુજબ, ટેમ્પો ચાલકનું નામ અને સરનામું જાણી શકાયું નથી. ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા વલસાડ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી છે. કબજે કરાયેલા મુદ્દામાલનો કબજો વધુ તપાસ માટે વલસાડ ગ્રામ્ય પોલીસને સોંપવામાં આવ્યો છે.
આ કાર્યવાહી સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચના તથા માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. LCB પોલીસ ઇન્સ્પેક્ટર એ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ PSI જે.બી. ધનેશા તથા પોલીસ સ્ટાફે ટીમવર્કથી કામગીરી પાર પાડી હતી
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
