<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

વલસાડના કલેક્‍ટર ભવ્‍ય વર્માની બદલીઃ નવા કલેક્‍ટર તરીકે નીતિન સાંગવાનની નિમણૂક

 

(જીતેન્‍દ્ર રૂપારેલિયા)વાપીઃવલસાડ ના કલેક્‍ટર શ્રી ભવ્‍ય વર્માની બદલી થઈ છે અને તેમના સ્‍થાને  નવા કલેક્‍ટર તરીકે નીતિન સાંગવાનની નિમણૂક થઈ છે.

ગુજરાત સરકાર દ્વારા રાજયમાં કરવામાં આવેલી આઈએએસ અધિકારી ઓની  બદલીના ભાગરૂપે વલસાડ જિલ્લાના કલેક્‍ટર તરીકે વર્ષ ૨૦૧૬ની બેચના બાહોશ અધિકારી નીતિન સાંગવાનની નિમણૂક કરવામાં આવી છે. અત્‍યાર સુધી વલસાડ કલેક્‍ટર તરીકે કાર્યરત ભવ્‍ય વર્માની બદલી થતા હવે નીતિન સાંગવાન આ જવાબદારી સંભાળશે.તેઓ અગાઉ ગાંધીનગર ખાતે ડાયરેક્‍ટર (એમ્‍પ્‍લોયમેન્‍ટ અને ટ્રેનિંગ) તરીકે ફરજ બજાવતા હતા.

મૂળ હરિયાણાના વતની નીતિન સાંગવાનનો શૈક્ષણિક પ્રવાસ અત્‍યંત પ્રેરણારૂપ છે,  ધોરણ ૧૨ માં માત્ર ૬૪% ગુણ હોવા છતાં તેમણે હિંમત હાર્યા વગર IIT મદ્રાસમાંથી અભ્‍યાસ પૂર્ણ કર્યો અને UPSC ની પરીક્ષામાં સમગ્ર ભારતમાં ૨૮ મો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.તેઓ અમદાવાદ સ્‍માર્ટ સિટીના CEO અને AMC માં ડેપ્‍યુટી કમિશનર તરીકે પણ સેવા આપી ચૂક્‍યા છે. સાબરકાંઠામાં ફરજ દરમિયાન મત્‍સ્‍યઉદ્યોગ પ્રોજેક્‍ટની ગેરરીતિઓ પકડતી વખતે થયેલા જીવલેણ હુમલા છતાં તેઓ ચર્ચામાં રહ્યા હતા. વલસાડ ની જનતા નવા કલેક્‍ટર ના આગમન ને વધાવવા આતુર છે

(2:58 PM IST)