તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ફરી આંતરિક નવાજૂનીના એંધાણ સત્ય સિદ્ધાંત સમિતિની બેઠકમાં 200 થી વધુ હરિભક્તો રહ્યા હાજર
વલેટવા ગામે સત્ય સિદ્ધાંત સમિતિની કોર કમિટીની બેઠકમાં 200 થી વધુ હરિભક્તો હાજર રહ્યા:સંપ્રદાય મૂળ સિદ્ધાંતોથી દૂર જઈ રહ્યો હોવાનો આગેવાનોનો આક્ષેપ: 25થી 30 વર્ષના ઘટનાક્રમ પર મંથન બાદ ગામેગામ જઈ હરિભક્તોને સંગઠિત કરવાની જાહેરાત

ખેડા જિલ્લાના વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ફરી એકવાર આંતરિક મતભેદો અને નવાજૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે. વડતાલ નજીક આવેલા વલેટવા ગામે સત્ય સિદ્ધાંત સમિતિના બેનર હેઠળ કોર કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 200 થી વધુ હરિભક્તો અને આગેવાનો બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન સંપ્રદાયની વર્તમાન સ્થિતિ અને આગામી રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં હાજર હરિભક્ત આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે સ્વામિનારાયણ સંપ્રદાય ભગવાન સ્વામિનારાયણના મૂળ સિદ્ધાંતો અને તેમની આજ્ઞાઓથી દૂર જઈ રહ્યો છે. આગેવાનોના જણાવ્યા મુજબ, સંપ્રદાયને ફરીથી તેના મૂળ સિદ્ધાંતો તરફ લઈ જવાની જરૂરિયાત ઊભી થઈ છે. આ જ હેતુથી વિવિધ વિસ્તારોના હરિભક્તોને એકત્ર કરી બેઠક યોજવામાં આવી હોવાનું જણાવાયું હતું.
કોર કમિટીની બેઠકમાં છેલ્લા 25 થી 30 વર્ષ દરમિયાન સંપ્રદાય જે પરિસ્થિતિમાંથી પસાર થયો છે તેના પર પણ વિગતવાર મંથન કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન થયેલા વિવિધ ફેરફારો, વહીવટી વ્યવસ્થા અને સંપ્રદાયના મૂળ સિદ્ધાંતો સાથેના સંબંધ અંગે આગેવાનો વચ્ચે ચર્ચા થઈ હતી. આગામી સમયમાં સંપ્રદાયના વહીવટ અને સિદ્ધાંતોને લઈને શું પગલાં લઈ શકાય તે મુદ્દે પણ વિચારો રજૂ કરવામાં આવ્યા હતા.
હરિભક્ત આગેવાનો દ્વારા હાલના ટ્રસ્ટ સંચાલકોના કામકાજ અંગે પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા. આગેવાનોનો દાવો છે કે સંપ્રદાયના વહીવટમાં ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલા નિયમો અને સિદ્ધાંતોને પૂરતું મહત્વ આપવામાં આવતું નથી. વહીવટ મનસ્વી રીતે કરવામાં આવતો હોવાનો પણ આક્ષેપ બેઠકમાં કરવામાં આવ્યો હતો.
(9:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
