તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Saturday, 15th August 2026
વડોદરાના નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી છોડાતા ભારે ખળભળાટ મચ્યો
NECLની કેનાલમાં લીલા રંગનું પ્રદૂષિત પાણી જોવા મળતા આસપાસના ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ :ઝેરી પ્રવાહીને કારણે લોકોના આરોગ્ય સાથે પશુઓના જીવ સામે પણ ગંભીર જોખમ

વડોદરાના નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી છોડાતા ભારે ખળભળાટ મચ્યો છે. NECLની કેનાલમાં લીલા રંગનું પ્રદૂષિત પાણી જોવા મળતા આસપાસના ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, ઝેરી પ્રવાહીને કારણે લોકોના આરોગ્ય સાથે પશુઓના જીવ સામે પણ ગંભીર જોખમ ઊભું થયું છે. ઔદ્યોગિક એકમોમાંથી પ્રદૂષિત પાણી છોડવા સામે નિયમનકારી તંત્રની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. GPCBની કથિત નિષ્કાળજી સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ કેનાલમાં કેમિકલયુક્ત પાણી છોડનાર જવાબદાર કંપની સામે તાત્કાલિક તપાસ અને કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. પ્રદૂષણના કારણે આસપાસના વિસ્તારમાં પર્યાવરણ અને પાણીના સ્ત્રોતોને નુકસાન થવાની ભીતિ વચ્ચે તંત્ર ક્યારે પગલાં લે છે તેના પર સૌની નજર છે
(7:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
