<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

વડોદરા ગ્રામ્ય પોલીસની નવરાત્રી સુરક્ષા એપ લોન્ચ: SOS બટન દબાવતાં જ મળશે તાત્કાલિક મદદ

ગરબા રમવા જતી મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા વધારવા માટે પોલીસની આ પહેલ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે

વડોદરા :નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે વડોદરા ગ્રામ્ય પોલીસે ખાસ સુરક્ષા એપ્લિકેશન લોન્ચ કરી છે. મહિલાઓને ગરબા સ્થળેથી ઘરે જતી વખતે કે અન્ય કોઈ પણ ઇમરજન્સીની સ્થિતિમાં તાત્કાલિક મદદ મળી રહે તે હેતુથી આ એપ તૈયાર કરવામાં આવી છે. એપમાં SOS બટનની ખાસ સુવિધા આપવામાં આવી છે, જેને દબાવતાં જ પોલીસ કંટ્રોલ સેન્ટરને કોલ જશે અને મદદ માટે કાર્યવાહી કરી શકાશે. 

 આ ઉપરાંત, એપ દ્વારા યુવતીનું લોકેશન પોલીસ સુધી પહોંચતું રહેશે, જેથી તે ક્યાં છે અને ઘરે સુરક્ષિત પહોંચી છે કે નહીં તેની જાણકારી મેળવી શકાય. ઇમરજન્સીની સ્થિતિમાં પરિવારજનોને પણ જાણકારી આપવામાં આવશે. નવરાત્રી દરમિયાન ગરબા રમવા જતી મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા વધારવા માટે પોલીસની આ પહેલ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે

(1:39 PM IST)