તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd July 2026
વડોદરા પોલીસ દ્વારા મધ્યપ્રદેશના રતલામથી ચાલતી મોટી આંતરરાજ્ય ડ્રગ્સ સપ્લાય ચેઈનનો પર્દાફાશ: એમડી ડ્રગ્સ સાથે એક ડલર ઝડપાયો
પોલીસે સમીર પઠાણની ધરપકડ કરીને ડ્રગ્સ મંગાવનાર અને આ નેટવર્ક ચલાવનાર હાથીખાનાના લાલા દુધવાલા સહિત અન્ય બે મુખ્ય શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા

વડોદરા પોલીસ દ્વારા મધ્યપ્રદેશના રતલામથી ચાલતી એક મોટી આંતરરાજ્ય ડ્રગ્સ સપ્લાય ચેઈનનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, પોલીસે બાતમીના આધારે સફળ ઓપરેશન પાર પાડીને અંદાજે 50 ગ્રામ એમડી (MD) ડ્રગ્સ સાથે એક મુખ્ય પેડલરને રંગે હાથે ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે.
જાંબુવા ચેકપોસ્ટ પાસેથી પસાર થઈ રહેલા એક શંકાસ્પદ ઈસમ પર પોલીસે વોચ ગોઠવી હતી. ચેકિંગ દરમિયાન પોલીસે સમીર પઠાણ નામના પેડલરને ઝડપી પાડ્યો હતો.તેની અંગજડતી અને સામાનની તલાશી લેતા તેની પાસેથી આંતરરાષ્ટ્રીય અને બજાર કિંમત પ્રમાણે અંદાજે 1.49 લાખ રૂપિયાની કિંમતનું 50 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું.
ડ્રગ્સના આ મોટા જથ્થા સાથે પકડાયેલા સમીર પઠાણની કડક પૂછપરછ કરવામાં આવતા ડ્રગ્સ માફિયાઓનું આખું નેટવર્ક બહાર આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, આ ડ્રગ્સનો જથ્થો મધ્યપ્રદેશના થાંદલા વિસ્તારમાંથી મંગાવવામાં આવ્યો હતો.
આ આંતરરાજ્ય ડ્રગ્સ સપ્લાય નેટવર્ક પાછળ વડોદરાના કુખ્યાત હાથીખાના વિસ્તારમાં રહેતા લાલા દુધવાલા સહિતના મુખ્ય સૂત્રધારો સંકળાયેલા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે સમીર પઠાણની ધરપકડ કરીને તેની પાસેથી ડ્રગ્સ મંગાવનાર અને આ નેટવર્ક ચલાવનાર હાથીખાનાના લાલા દુધવાલા સહિત અન્ય બે મુખ્ય શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
શહેરમાં યુવાધનને બરબાદ કરવાના આ હેયાસપદ કારોબાર સામે પોલીસની આ કડક કાર્યવાહીથી બુટલેગરો અને ડ્રગ્સ પેડલરોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. વડોદરા પોલીસ દ્વારા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવીને સઘન તપાસ શરૂ કરવામાં આવી છે, જેથી આ ડ્રગ્સ સપ્લાય ચેઈનના મૂળ સુધી પહોંચી શકાય અને અન્ય સંડોવાયેલા ચેહરાઓને પણ કાયદાના શિંકજામાં લઈ શકાય
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
