<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

વડોદરા -મુંબઈ એક્સપ્રેસ વે પર ઓવરસ્પીડ વાહન ચાલકો સાવધાન : 120થી વધુની સ્પીડ પકડાઈ તો આવશે 1500નો ઓનલાઈન મેમો

હવે દર 10 કિલોમીટરના અંતરે અત્યાધુનિક હાઈ-ટેક સ્પીડ કેમેરા ગોઠવી દેવાયા :આ કેમેરા પૂરપાટ ઝડપે દોડતા વાહનોની ગતિ પર ત્રીજી આંખની જેમ ચોવીસે કલાક નજર રાખશે.

વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે પર મુસાફરી કરતા વાહનચાલકો માટે એક અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. એક્સપ્રેસ-વે પર સતત વધી રહેલા માર્ગ અકસ્માતોને રોકવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) અને આરટીઓ (RTO) વિભાગ દ્વારા સંયુક્ત રીતે કડક મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે. હવે જો કોઈ પણ વાહનચાલક આ હાઈવે પર નિયત સ્પીડ લિમિટ એટલે કે 120 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે વાહન દોડાવશે, તો તેને ભારે આર્થિક દંડ ફટકારવામાં આવશે.

 

અકસ્માતો પર લગામ કસવા માટે તંત્ર દ્વારા એક્સપ્રેસ-વે પર ગણદેવીથી લઈને વડોદરા વચ્ચેના સમગ્ર રૂટ પર એક વિશેષ એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. આ હાઈવે પર હવે દર 10 કિલોમીટરના અંતરે અત્યાધુનિક હાઈ-ટેક સ્પીડ કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે. આ કેમેરા પૂરપાટ ઝડપે દોડતા વાહનોની ગતિ પર ત્રીજી આંખની જેમ ચોવીસે કલાક નજર રાખશે. વાહનચાલકો સ્પીડ લિમિટનું ઉલ્લંઘન ન કરે તે માટે આ હાઈટેક સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે.

 

આ નવી વ્યવસ્થા સંપૂર્ણપણે ઓટોમેટિક ટેકનોલોજી આધારિત છે. હાઈવે પર ગાડી દોડાવતી વખતે જેવી વાહનની સ્પીડ 120ની મર્યાદા વટાવશે, કે તરત જ આ ઓટોમેટિક સિસ્ટમ વાહનનો નંબર સ્કેન કરી લેશે. વાહન નિયમ તોડશે કે ગણતરીની સેકન્ડોમાં જ વાહનચાલકના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સીધો રૂ. 1500નો ઓનલાઈન ઈ-મેમો મોકલી દેવામાં આવશે. આ કડક ડિજિટલ સિસ્ટમના કારણે હવે નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો બચી શકશે નહીં.

 

તંત્ર દ્વારા આ નિયમમાં એક મહત્વની જોગવાઈ પણ કરવામાં આવી છે, જે વાહનચાલકોના ખિસ્સા પર ભારે પડી શકે છે. જો કોઈ વાહનચાલકને એક્સપ્રેસ-વે પર એકવાર ઓવરસ્પીડિંગ બદલ રૂ. 1500નો દંડ થઈ જાય, અને ત્યાર પછી પણ તે પોતાની ગાડીની સ્પીડ 120થી ઓછી નહીં કરે અને આગળ વધશે, તો આગામી કેમેરાની એન્ટ્રી પર તેને બીજી વખત નિયમ તોડવા બદલ રૂ. 2000નો દંડ ફટકારવામાં આવશે. આ કડક નિર્ણય પાછળનો મુખ્ય હેતુ એક્સપ્રેસ-વે પર થતા જીવલેણ અકસ્માતો અટકાવવાનો અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો

 

(11:31 AM IST)